ભારત વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ પરિવારને નળથી પાણી પહોંચાડવા ઇઝરાયલની મદદ લેશે

Published: Nov 16, 2019, 10:05 IST | New Delhi

જળજીવન અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતમાં દરેક ઘર કે પરિવારને નળ વડે પાણી પહોંચાડવું તે વડા પ્રધાનનું સ્વપ્ન છે. ઇઝરાયલમાં પાણીનું રિસાઇકલિંગ એ દૈનિક જીવનમાં ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ભારત વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ભારતીય પરિવાર સુધી નળ મારફતે પાણી પૂરું પાડવા ઇઝરાયલની મદદ માગી છે. સરકારના આ અભિયાનને પૂર્ણ કરવા માટે જળશક્તિ બાબતના કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત ટૂંક સમયમાં ઇઝરાયલની મુલાકાતે જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ, ૨૦૧૭માં ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત વખતે વિકાસ માટે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ કરી જળ અને કૃષિ ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને સ્થાપિત કરવા સહમતી દર્શાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારત સરકાર જળસંગ્રહ, વિકાસ અને સંચાલનને અગ્રીમતા આપી રહ્યું છે, તેમ ઇઝરાયલમાં નવનિયુક્ત રાજદૂત સંજીવ સિંઘલે જણાવ્યું હતું. જળશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની ઇઝરાયલ યાત્રા મહત્ત્વની છે કારણ કે બન્ને દેશ વધુ સહકાર અને પરિણામલક્ષી સંભવિત ક્ષેત્રોને શક્યતા જોશે. જળજીવન અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતમાં દરેક ઘર કે પરિવારને નળ વડે પાણી પહોંચાડવું તે વડા પ્રધાનનું સ્વપ્ન છે. ઇઝરાયલમાં પાણીનું રિસાઇકલિંગ એ દૈનિક જીવનમાં ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે. શેખાવત ૧૭ અને ૧૯મી નવેમ્બર વચ્ચે ઇઝરાયલની ત્રણ દિવસની મુલાકાતમાં ઇઝરાયલના ઊર્જા પ્રધાન યુવલ સ્તેઈનિઝ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ જળ બાબતના મૅનેજમેન્ટ, કેટલીક ઇઝરાયલી કંપની કે જે આ ક્ષેત્રની કંપનીના પ્રતિનિધિઓને મળશે. શેખાવત તેલ-અવિવમાં ભારતના દૂતાવાસ દ્વારા આયોજિત જળસંબંધિત ભારત-ઇઝરાયલ ભાગીદારી અંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK