(જી.એન.એસ.) આવનારાં 10 થી 15 વર્ષમાં ભારત 10 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની જશે એવો વિશ્વાસ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વ્યક્ત કર્યો હતો. ‘ડિફેન્સ કનેક્ટ ૨૦૧૯’ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતાં તેમણે કહ્યું હતું કે આજે સ્ટાર્ટઅપ્સને નિહાળીને હું ગર્વની લાગણી અનુભવું છું. 2024 સુધીમાં દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલ્યન ડૉલરનું બનાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં પડેલી પ્રતિભાને નિહાળતા મને વિશ્વાસ છે કે આવતાં 10 થી 15 વર્ષમાં દેશનું અર્થતંત્ર 10 ટ્રિલ્યન ડૉલરનું થઈ જશે.
સાવચેતીપૂર્વકની પ્રક્રિયા હાથ પરના પ્રોજેક્ટોને આદર્શ વાતાવરણ પૂરું નહીં પાડી શકે તો એ નિષ્ફળ જઈ શકે છે. સંશોધન, વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયાને સહયોગી પ્રક્રિયા લેખાવી તેમણે જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંવાદિતા સાધવાની હાકલ કરી હતી. સંરક્ષણ ઉદ્યોગને સ્વાયત્ત બનાવવા અને રાષ્ટ્રનિર્માણ માટે સરકારને સંપૂર્ણ ટેકાની તેમણે જાહેરાત કરી હતી.
સના મારિન સિવાય વિશ્વમાં ઓછી ઉંમરના નેતા, જેમને મળી સત્તાની જવાબદારી
Dec 10, 2019, 18:07 ISTરિસર્ચમાં થયો ખુલાસો, આવતાં દાયકા સુધી નહીં રહે ગ્લેશિયર, દરિયાઇ જળસ્તરમાં થશે વધારો
Dec 10, 2019, 17:19 ISTનાગરીકતા બિલ પર આસામમાં વિરોધ પ્રદર્શન : આગ ચંપી અને 11 કલાક બંધની જાહેરાત
Dec 10, 2019, 11:13 ISTદેવેન્દ્ર ફડણવીસ સાથે હવામાનની ચર્ચા કરી : અજિત પવાર
Dec 10, 2019, 10:38 IST