ભારત 1947થી પાકિસ્તાનને તબાહ કરવા ઈચ્છે છેઃ અનવર મંસૂર ખાન

Published: Feb 19, 2019, 17:57 IST | હેગ

પાકિસ્તાનના અટૉર્ની જનરલ અનવર મંસૂર ખાન આઈસીજેમાં ભારતને કોસી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાને નીચા બતાવવા માટે પરંપરાગત રસ્તાઓ અપનાવી રહ્યા છે. હું ખુદ ભારતમાં સેનાના અધિકારીના રૂપમાં યુદ્ધના બંદી તરીકે ભારતની ક્રૂરતાને સહન કરી ચુક્યો છું.

ICJમાં પાકિસ્તાનના વકીલે કર્યા ભારત પર આક્ષેપો
ICJમાં પાકિસ્તાનના વકીલે કર્યા ભારત પર આક્ષેપો

ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના હેગમાં આવેલા મુખ્યાલયમાં કુલભૂષણ જાધવ મામલાની સુનાવણી થઈ રહી છે. પાકિસ્તાનની તરફથી અટૉર્ની જનરલ અનવર મસૂર ખાન આઈસીજેમાં પોતાનો પક્ષ રાખી રહ્યા છે. આ પહેલા ગઈકાલે ભારત તરફથી હરીશ સાલ્વે અને પાકિસ્તાન તરફથી અનવર મંસૂર ખાને પોતાનો પક્ષ રાખ્યો હતો.

પાકિસ્તાનના અટૉર્ની જનરલ અનવર મંસૂર ખાન આઈસીજેમાં ભારતને કોસી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાને નીચા બતાવવા માટે પરંપરાગત રસ્તાઓ અપનાવી રહ્યા છે. હું ખુદ ભારતમાં સેનાના અધિકારીના રૂપમાં યુદ્ધના બંદી તરીકે ભારતની ક્રૂરતાને સહન કરી ચુક્યો  છું. ભારતને હંમેશા જીનીવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે. અમે 140 બાળકો ભારતા સમર્થનથી થયેલા હુમલામાં ગુમાવી દીધા.

પાકિસ્તાને ICJમાં સિંધુ જળ સમજૂતીનો મુદ્દો પણ ઉઠાવ્યો. મંસૂર ખાને  કહ્યું કે ભારત સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 1947થી ભારત પાકિસ્તાનને તબાહ કરવા માંગે છે. અમે માનવીય આધાર પર જાધવને પરિવાર સાથે મળવા દીધા. ICJના એક જજે કહ્યું કે એડ હૉક જજ નિયુક્ત કરવાની પાકિસ્તાનની માંગણી પર કોર્ટ વિચાર કરી રહી છે.

સાચા સમય પર આ મામલે જવાબ મળશે. પાકિસ્તાનનું કહેવું છે કે કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હોવાની વાતો નિરાધાર છે. પાકિસ્તાનના વકીલે એમ પણ કહ્યું કે મામલાને રાજનૈતિક રંગ આપવા માટે અહીં સુધી લાવવામાં આવ્યો છે. આ મામલાને ખતમ કરવો જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK