સૈન્યમાં ૪૨ હજારથી વધારે અધિકારીઓ ને જવાનોની અછત : કેન્દ્રનો સ્વીકાર

Published: 18th December, 2012 05:55 IST

ભારતીય સૈન્યમાં અધિકારીઓ અને જવાનોની તીવ્ર અછતને લઈને ગઈ કાલે રાજ્યસભામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી સરકારના જણાવ્યા પ્રમાણે અત્યારે સૈન્યમાં અધિકારીઓની ૧૨,૫૦૦ પોસ્ટ ખાલી છે, જ્યારે જવાનોની ૩૦,૦૦૦ જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે, એટલે કે સૈન્ય કુલ ૪૨ હજારથી વધુ અધિકારીઓ અને જવાનોની અછતનો સામનો કરી રહ્યું છે.

સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટનીએ સૈન્યમાં જવાનોની અછતનો સ્વીકાર કર્યો હતો. ગઈ કાલે રાજ્યસભામાં બીજેપીના સભ્ય શાંતાકુમારે આ હકીકતને લઈને ચિંતા વ્યક્ત કરતાં તમામ જગ્યાઓ તત્કાળ ભરવા સરકારને અપીલ કરી હતી. થોડા સમય પહેલાં આર્મીના ભૂતપૂર્વ વડા વી. કે. સિંહે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને સૈન્યમાં શસ્ત્રો તથા અન્ય ઉપકરણોની તીવ્ર અછતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે ખાલી પડેલી જગ્યાઓ ભરવા પણ વિનંતી કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK