રામ કદમની ઑફિસમાં હવે ભારતીય બેઠક કેમ?

Published: 5th October, 2011 20:28 IST

ઘાટકોપર-વેસ્ટના એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વિધાનસભ્ય રામ કદમે તેમની માણેકલાલ એસ્ટેટમાં બનાવેલી ૨૪ કલાક ખુલ્લી રહેતી ઑફિસમાં ટેબલ-ખુરીસીને બદલે ગાદી-તકિયાવાળી ભારતીય બેઠક રાખી છે. આજના સમયમાં ઑફિસમાં ભારતીય બેઠક રાખવા પાછળની મહત્તા સમજાવતાં રામ કદમે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘પહેલાં તો મારી પાસે દરરોજ સેંકડો લોકો તેમની સમસ્યાઓના ઉકેલ માટે આવતા હતા.તે બધાને મારી ઑફિસમાં ખુરશી પર બેસાડવાનું મારે માટે શક્ય નહોતું. બીજું, ભારતીય બેઠક રાખવાનું મહkવનું કારણ એ છે કે હું હંમેશાં મને પોતાને નાનો જ સમજું છું. જેમણે મને વિશ્વાસ રાખીને ચૂંટીને મોકલ્યો છે તે બધા મારા મતદારો મારાથી મોટા છે. જો હું ખુરશી પર બેસું તો મારી પાસે આવનાર મારી મા, દીકરી, બહેનો, મારાં બાળકો અને એનાથી પણ આગળ મારી પાસે આવતા વડીલોની સાથે હું સમાંતર કક્ષાએ ન બેસી શકું.

હું સેવક છું અને મારું સ્થાન આ બધાની સમાંતર કક્ષાએ હોવું જરૂરી છે. એટલા માટે જ મેં મારી ઑફિસમાં ગાદી-તકિયાવાળી ભારતીય બેઠક બનાવીને મારા મતદારોની સમાંતર કક્ષાએ બેસવાનું નક્કી કર્યું છે. જોકે એવું આજદિન સુધી ભારતના કોઈ પણ વિધાનસભ્ય કે અન્ય લોકસેવકોએ વિચાર્યું પણ નથી તો કરવાની તો વાત જ નથી આવતી.’

ચૉકલેટ આપીને બાળકોના આર્શીવાદ મેળવતા રામ કદમ

વિધાનસભ્ય રામ કદમની બીજી અનોખી રીત એ છે કે તેઓ તેમની ઑફિસમાં આવીને બેસે એટલે સ્કૂલે જતાં-આવતાં બાળકોની તેમની ઑફિસમાં અવરજવર શરૂ થઈ જાય છે. રામ કદમને આ બાળકો પગે લાગે છે અને રામ કદમ તે બાળકોને એકાદ-બે નહીં પણ ખોબો ભરીને ચૉકલેટ આપે છે. જોકે રામ કદમ પગે લાગવા આવતાં બાળકોમાંથી છોકરીઓને પગે લાગવાની ના પાડે છે.

- રોહિત પરીખ
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK