કાશ્મીર કોકડું ઉકેલવા મોદીએ મારી પાસે મદદ માગી હતી : ટ્રમ્પ

Published: Jul 23, 2019, 08:18 IST | વૉશિંગ્ટન

ઇમરાન ખાન સાથેની બેઠકમાં અમેરિકાના પ્રમુખે વિવાદ છેડ્યો

ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની ગઈ કાલની બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એવું વિધાન કર્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે પોતાની મદદ માગી હતી.

તેઓ આટલો વિવાદ છેડીને અટક્યા નહોતા પણ તેમણે એમ પણ કહ્યું હતું કે પોતે કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે. જોકે, તેમનો આ પ્રવાસ વધારે સારો નથી રહ્યો. પહેલાં તો વૉશિંગ્ટન ઍરપોર્ટ પર તેમના સ્વાગત માટે કોઈ મોટા અધિકારી હાજર ન હતા. હવે જ્યારે રવિવારે તેઓ અહીં એક ઑડિટોરિયમમાં લોકોને સંબોધન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં બલૂચિસ્તાનના સમર્થકોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો.

ઇમરાન ખાનનું ભાષણ સાંભળવા માટે અમેરિકામાં રહેતા પાકિસ્તાન મૂળના લોકો મોટી સંખ્યામાં ઑડિટોરિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના અમુક યુવકો પોતાની બેઠક પરથી ઊભા થઈને પાકિસ્તાનના વિરોધમાં નારા લગાવવા લાગ્યા હતા. નોંધનીય છે કે અમેરિકામાં રહેતા બલૂચિસ્તાનના લોકો સતત પાકિસ્તાન વિરુદ્ધ અત્યાચારને લઈને અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાનની સેના ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.

બાદમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવતાં બલૂચિસ્તાનના અમુક યુવકોને ઑડિટોરિયમની બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ઇમરાન ખાને પોતાના ભાષણને રોક્યું ન હતું.

આ પણ વાંચો : ચંદ્ર પર 2024માં પહોંચશે વિશ્વની પહેલી મહિલા, NASA કરી રહી છે તૈયારી

નોંધનીય છે કે પોતાની પ્રથમ વિદેશયાત્રા પહેલાં ઇમરાન ખાન પોતાના જ દેશમાં બધી બાજુથી ઘેરાયેલા રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK