RCEPમાંથી બહાર થયા બાદ EU અને US સાથે થઈ શકે છે કરાર

Published: Nov 19, 2019, 15:01 IST | Mumbai Desk

ભારતનો આરસેપમાંથી નીકળવાનો નિર્ણય ફક્ત દેશના ખેડૂતો માટે જ નહીં, પણ એમએસએમઇ અને ડેરી સેક્ટર માટે ઘણું મદદરૂપ પુરવાર થશે.

ભારતના આરસેપમાંથી બહાર થવાથી કોઇ આશ્ચર્ય નથી. વધતા વ્યાપારનો તોટો અને અન્ય દેશોથી ટ્રેડ માટે પોતાનું મોર્કેટ સુધી પહોંચી અને સેવાઓ માટે ભારતની ચિંતાઓ દૂર કરવાની જરૂરીયાત પર દેશ હવે ફ્રન્ટ ફુટ પર રમી રહ્યો છે. આ વિશ્વાસ વિશ્વમાં ભારતના આગળ વધતાં પગલાનું એક પ્રતીક છે. વડાપ્રધાન મોદીનું મજબૂત વૈશ્વિક નેતૃત્વ કૌશલ આ વાતનું પ્રમાણ પણ છે. ભારતનું આરસેપમાંથી નીકળવાનો નિર્ણય ફક્ત દેશના ખેડૂતો માટે જ નહીં, પણ એમએસએમઇ અને ડેરી સેક્ટર માટે ઘણું મદદરૂપ પુરવાર થશે.

ભારત તરફથી મોટા કરાર
આરસેપ વાર્તાઓ દરમિયાન ભારતે જે રીતે કડક કરારો કર્યા, તેમાં વ્યવહારિકતા છલકાય છે. આમાં ગરીબોના હિતોની રક્ષા અને ભારતના મજબૂત થતાં સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે. આ તથ્ય આ વાતનું દ્યોતક છે કે વૈશ્વિક પ્રતિસ્પર્ધાથી દૂર ન રહેતા, ભારત એ સુનિશ્ચિત કરવા માગે છે કે આરસેપની શરતો બધાં દેશો માટે અનુકૂળ હોય. વાર્તા દરમિયાન ભારત પોતાની ચિંતાઓ જણાવવા માટે સતત સજાગ હતું. પછી તે ટેરિફ ડિફ્રેન્શિયલને કારણે ઉત્પત્તિના નિયમો તોડવાથી આવતી મુશ્કેલી પર હોય કે આયાતમાં વૃદ્ધિને અટકાવવા માટે એક સુરક્ષા તંત્રની માગ અને ઘરગથ્થુ ઉદ્યોગોના હિતની રક્ષા કરવી હોય. એમએફએનના દાયિત્વો હેઠળ ભારતને આરસેપ દેશોને તેવા જ લાભ આપવા માટે મજબૂર થવું પડશે જે તે બીજાને આપી શકે છે.

એક નજર અહીં પણ
આરસેપ નિર્ણયને ભારતીય પક્ષ માટે વિફળ એફટીએઝની પૃષ્ઠભૂમિમાં પણ જોવું જોઇએ દે યૂપીએ સરકાર દરમિયાન કરવામાં આવ્યા હતા. ભારતે 2010માં આસિયાન અને દક્ષિણ કોરિયા સાથે અને 2011માં મલેશિયા અને જાપાન સાથે એફટીએ પર હસ્તાક્ષર કર્યા હતા. દેશે પોતાની માર્કેટના 74 ટકા ભાગ પણ એશિયન દેશો માચે ખોલ્યું હતું, જ્યારે ઇન્ડોનેશિયા જેવા અમીર દેશોએ આ સમય દરમિયાન ભારત માટે ફક્ત 50 ટકા ખોલ્યું અને ભારતે 2007માં ભારત-ચીન વચ્ચે એફટીએ કરવાનો વિચાર કર્યો અને સાજે 2011-12માં આરસેપ વાર્તામાં સામેલ થવા માટે સંમત થયા.

ન થયો લાભ
આ પ્રયત્નોથી ભારતને કોઇપણ પ્રકારનો લાભ થયો નથી. બીજી તરફ દેશનું વેપાર નુકસાન આરસેપ દેશ સાથે 2004માં જ્યાં 7 અરબ ડૉલર હતા તે વર્ષ 2014માં વધીને 78 અરબ ડૉલર પહોંચી ગયો. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે કેટલાય ઉકેલો અને નિર્ણયો દ્વારા તેમને સુધારવાના પ્રયત્નો કર્યા છે. એશિયન સહિત છેલ્લા એફટીએમાં પહેલાના મુદ્દાઓનો ઉકેલ લાવ્યા વગર આરસેપ હેઠળ એક વધુ અસમાન કરાર પર હસ્તાક્ષર ન કરવા સ્વાભાવિક છે. આરસેપ હેઠળ એક કડક અને નિષ્પક્ષ રૂપ-રેખા સુનિશ્ચિત કરવાની જરૂર છે.

એફટીએની સમીક્ષા
ત્રણ વર્ષ પહેલા શરૂ થઈ કોરિયાની એફટીએની પણ ઝડપથી સમીક્ષા થઈ અને ભારતે એફટીએની સમીક્ષા માટે એશિયન સાથે પણ કરાર કરી લીધા છે. એક સંયુક્ત કાર્યકારી સમૂહ જાપાન એફટીએની સમીક્ષા પર પણ ચર્ચા કરે છે. આ પ્રયત્નોથી જુદાં જુદાં ઉદ્યોગો ખાસ કરીને કૃષિ, લઘુ અને હસ્તોદ્યોગ ક્ષેત્રની આયાત માટે કરવામાં આવેલા નિર્ણયોને યોગ્ય દિશા મળી છે.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

વિશ્વની સૌથી ખુલી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે ભારત
આજે ભારત વિશ્વની સૌથી ખુલી અર્થવ્યવસ્થાઓમાંનો એક બની ગયો છે. ભારત, અમેરિકા અને યૂરોપીય સંઘ સાથે નવા વ્યાપાર કરારો પર પણ કામ કરી રહ્યું છે જેમાં ભારતીય ઉદ્યોગ અને સેવાઓ વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે મજબૂત થશે અને મોટી વિકસિત માર્કેટ સુધી પહોંચીને મળતાં લાભ પણ હશે. અમે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે આંતરરાષ્ટ્રીય દબાણો છતાં મુશ્કેલ માર્ગો સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK