Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નહી કરી શકે કોઈ ભારતની સરહદ પાર, રહેશે આકાશમાંથી નજર

નહી કરી શકે કોઈ ભારતની સરહદ પાર, રહેશે આકાશમાંથી નજર

07 May, 2019 02:19 PM IST |

નહી કરી શકે કોઈ ભારતની સરહદ પાર, રહેશે આકાશમાંથી નજર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટમાં કુલ 6 એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા હતા. પરંતુ આ 6 એર સ્ટ્રાઇકમાંથી માત્ર 1 નિશાનો ચુકાયો હતો. પરંતુ હવે એમ બનશે નહી. 22 મેના રોજ ભારત અંતરીક્ષમાં તેની બીજી આંખને સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ભારત 22મેના અંતરીક્ષમાં રડાર ઈમેજીંગ સેટેલાઈટ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. આ સેટેલાઈટની મદદથી કોઈ પણ વાતાવરણમાં એક મીટરથી દૂરી પર સ્થિત 2 વસ્તુઓની ચોક્કસ ઓળખાણ કરી શકે છે. આ સિરીઝની પહેલા લોન્ચ કરાયેલા સેટેલાઈટની મદદથી જ 2016માં સર્જીકલ સ્ટ્રાઈકમાં જૈશ-એ-મહોમ્મદના કેમ્પો નાબૂદ કર્યા હતા.

શું છે રીસેટ-2બીઆર1ની ખાસિયત ?



ભારતની બીજી આંખ કહેવાતા રડાર ઈમેજીંગ સેટેલાઈટને 22મેના આન્ધ્ર પ્રદેશના શ્રીહરીકોટાથી છોડવામાં આવશે. આ સેટેલાઈટ પહેલા મોકલાયેલા સેટેલાઈટ કરતા પણ ચોક્કસ રીઝલ્ટ આપી શકશે. સેટેલાઈટમાં ઉપલબ્ધ એક્સ બેન્ડ સિન્થેટીક અપર્ચર રડાર રાત દિવસ કોઈપણ વાતાવરણમાં કામ કરવા માટે સક્ષમ છે. વાદળોની વચ્ચે પણ ટાર્ગેટની ચોક્કસ ઓળખ કરવાની ક્ષમતા ધરાવે છે. ધરતી પર એક મીટરના અંતરે કોઈ પણ વસ્તુને ચોક્કસ રીતે ઓળખવાની ક્ષમતા ધરાવે છે આ સેટેલાઈટ. એક દિવસમાં આ સેટેલાઈટ 2-3 તસવીર લઈ શકશે.


આ પણ વાંચો: Met Gala 2019: પ્રિયંકાનો ફોટો જોઈ ડરી ગયા ચાહકો, કહ્યું-'ઓ સ્ત્રી કલ આના..'

આ સેટેલાઈટની મદદથી સીમા પાર આતંકી ઘુસપેઠ પર નજર રાખી શકાશે. આ સેટેલાઈટને આતંકી હલનચલન પર નજર રાખવા માટે બ્રહ્માસ્ત્ર માનવામાં આવે છે. આ સેટેલાઈટની મદદથી ભારતીય કોસ્ટલ ભાગો પર પણ ધ્યાન રાખી શકાશે. ચીન અને પાકિસ્તાના યુદ્ધજહાજો પર પણ ધ્યાન રાખી શકાશે. આ પ્રોગ્રામની શરુઆત 26/11 મુંબઈ હુમલા પછી આતંકીઓ પર હવાઈ નજર રાખી શકાય તે માટે કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 02:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK