ભારત કાંઈ ધરમશાળા નથી : રાજ ઠાકરે

Published: Feb 10, 2020, 11:02 IST | Dharmendra Jore | Mumbai Desk

ગેરકાયદે અને દેશને માટે જોખમી વિદેશીઓ બાબતે ભારતે હિંમતપૂર્વક સખતાઈ આચરવી જોઈએ.

ગઇ કાલે આઝાદ મેદાનમાં આયોજિત રૅલીને સંબોધતા રાજ ઠાકરે. (તસવીર : આશિષ રાજે)
ગઇ કાલે આઝાદ મેદાનમાં આયોજિત રૅલીને સંબોધતા રાજ ઠાકરે. (તસવીર : આશિષ રાજે)

હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતીના દિવસે નવો ભગવો પક્ષધ્વજ અપનાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગેરકાયદે રીતે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓ અને બંગલાદેશીઓને દેશની બહાર કાઢવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. રાજ ઠાકરેએ કેન્દ્રની મોદી સરકારને સિટિઝિનશિપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સનો વહેલી તકે અમલ કરવાનો અનુરોધ કર્યો હતો.

મનસેના વિરાટ મોરચાને પગલે બીજેપીના નાગરિકતા કાયદા અને એનઆરસીતરફી અભિયાનને બળ મળ્યું છે, પરંતુ બીજેપીને પૂર્ણ સમર્થન જાહેર કર્યું નથી. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવા અને રામજન્મભૂમિ તીર્થસ્થાન ટ્રસ્ટ સ્થાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની તેમણે પ્રશંસા કરી હતી અને અયોગ્ય જણાતા નિર્ણયોની ટીકા કરી હતી.

ગઈ કાલે મરીનલાઇન્સના હિન્દુ જિમખાનાથી આઝાદ મેદાન સુધી મોરચો લઈ ગયા બાદ જાહેર સભાને સંબોધતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘મુસિલમ ભાઈઓ અને બહેનો નાગરિકતા કાયદાની જોગવાઈઓને સમજ્યા વગર વિરોધી મોરચા કાઢીને પાડોશી દેશોના મુસ્લિમોને ભારતની નાગરિકતા અપાવવા શા માટે મોરચા કાઢે છે? મુસ્લિમ સમુદાયની રૅલીઓના જવાબમાં રવિવારે શહેરમાં જંગી મોરચો કાઢવા બદલ હું હિન્દુ સમુદાયનો આભારી છું. જો શહેરમાં કોમવાદી હિંસા ભડકાવવામાં આવશે તો એનો યોગ્ય જવાબ આપવામાં આવશે. હિન્દુઓ પથ્થરની સામે પથ્થર અને તલવારની સામે તલવાર તરીકે જવાબ આપશે.’

ગયા મહિને હિન્દુત્વને કેન્દ્રમાં રાખીને મનસેને નવું રૂપ આપવાની જાહેરાત કરવા યોજાયેલા પક્ષના સંમેલનમાં ગઈ કાલના મોરચા અને જાહેર સભાની જાહેરાત કરી હતી. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘નાગરિકતા કાયદામાં શું અયોગ્ય છે? ઘણા લોકો નાગરિકતા કાયદા અને એનઆરસીને સમજતા નથી. મુસ્લિમ સમુદાયના લોકો દેશભરમાં મોરચા યોજીને બળપ્રદર્શન શા માટે કરે છે? નાગરિકતા સંબંધી મૂળ કાયદો ૧૯૫૫માં અમલમાં આવ્યો ત્યારે પરિસ્થિતિ આજથી જુદી હતી. પેઢીઓથી ભારતમાં રહેતા મુસ્લિમોએ શા માટે બહાર જવું જોઈએ? તેઓ બધા પાકિસ્તાન અને બંગલાદેશથી ગેરકાયદે રીતે આવતા મુસ્લિમોને શા માટે ભારતના નાગરિક બનાવવા ઉત્સુક છે? કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો અને અનઆરસીનો અમલ વહેલી તકે કરવો જોઈએ, કારણ કે ભારત દેશ કાંઈ ધર્મશાળા નથી. ગેરકાયદે અને દેશને માટે જોખમી વિદેશીઓ બાબતે ભારતે હિંમતપૂર્વક સખતાઈ આચરવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK