પાકિસ્તાને તેના એરસ્પેશમાં મોદીના વિમાનને પરવાનગી ન આપતા ICAO માં ફરીયાદ કરી

Published: Oct 28, 2019, 19:04 IST | New Delhi

ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય નાગરીક ઉડ્ડયન (ICAO) સંગઠનને ફરીયાદ કરી હતી. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ICAO દ્વારા નક્કી કરાયેલા નિતી નિયમો પ્રમાણે, કોઈ દેશ દ્વારા અન્ય દેશથી ઓવરફ્લાઈટ ક્લીઅરન્સની માંગ કરવામાં આવે છે.

PC : WikiPedia
PC : WikiPedia

New Delhi : પાકિસ્તાને ફરી અવળચંડાઇ કરતા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાનને તેના એરસ્પેસ પરથી ઉઢવાની પરવાનગી ન આપી. જેને પગલે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય નાગરીક ઉડ્ડયન (ICAO) સંગઠનને ફરીયાદ કરી હતી. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ICAO દ્વારા નક્કી કરાયેલા નિતી નિયમો પ્રમાણે, કોઈ દેશ દ્વારા અન્ય દેશથી ઓવરફ્લાઈટ ક્લીઅરન્સની માંગ કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે મંજૂર કરી દેવાય છે. ભારત આ પ્રકારે ઓવરફ્લાઈટ ક્લીઅરન્સ લેવાનું ચાલુ રાખશે. અમે સિવિલ એવિએશન બોડી સમક્ષ ફ્લાઈટને પસાર ન થવા દેવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.


આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

પાકિસ્તાન પોતાની ખરાબ આદતો પર ફરી વિચાર કરે
: ભારત
સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી પ્રમાણે ભારતે ICAO માં કહ્યું કે પાકિસ્તાન વિશ્વભરમાં સ્થાપેલા આંતરરાષ્ટ્રીય નિયમોથી ફરી જવાના તેમના નિર્ણય પર વિચાર કરે, સાથે જ એક તરફી કાર્યવાહીને ખોટી રીતે રજુ કરવાની તેમની ખોટી ખરાબ આદતો પર પુનર્વિચારણા કરવી જોઈએ. અમને પાકિસ્તાન સરકાર દ્વારા VVIP ઉડાનને ક્લીઅરન્સ ન આપવા અંગે દુઃખ છે, જ્યારે કોઈ પણ દેશ દ્વારા આ પ્રકારનું ક્લીઅરન્સ નિયમીત આપવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK