ભારત માટે પહેલો ઑસ્કર જીતનાર ડિઝાઇનર ભાનુ અથૈયાનું નિધન

Published: Oct 15, 2020, 18:33 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ભાનુ અથૈયાએ ભારત માટે પહેલો અકાદમી અને ઑસ્કર અવૉર્ડ જીત્યો હતો. તે પોતાની પાછળ ભારતીય કૉસ્ટ્યૂમ ડિઝાઇનનો મોટો વારસો છોડી ગયા છે.

ભાનુ અથૈયા
ભાનુ અથૈયા

ઇન્ડિયન કૉસ્ટ્યૂમ ડિઝાઇનર (Indian Costume Designer) ભાનુ અથૈયા (Bhanu Athaiya)નું ગુરુવારે 91ની વયે નિધન થઈ ગયું. ભાનુ અથૈયાએ ભારત માટે પહેલો અકાદમી અને ઑસ્કર અવૉર્ડ જીત્યો હતો. તે પોતાની પાછળ ભારતીય કૉસ્ટ્યૂમ ડિઝાઇનનો મોટો વારસો છોડી ગયા છે.

વર્ષ 1983માં ભાનુ અથૈયાને ડિરેક્ટર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે ઑસ્કરમાં બેસ્ટ કૉસ્ટ્યૂમ ડિઝાઇનર એવૉર્ડથી નવાજવામાં આવ્યા. કૉસ્ટ્યૂમ ડિઝાનર તરીકે તેમણે 100થી વધારે બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે છેલ્લે આમિર ખાનની ફિલ્મ લગાન અને શાહરુખ ખાનની ફિલ્મ સ્વદેશ માટે કામ કર્યું હતું.

વર્ષ 2012માં ભાનુ અથૈયાએ ઑસ્કર અવૉર્ડ પાછો આપવાની જાહેરાત કરી. તેમનું કહેવું હતું કે આ અમૂલ્ય અવૉર્ડ સાચવવા માટે હું સક્ષમ નથી, માટે આ અવૉર્ડ અકાદમીના સંગ્રહાલયમાં જ સૌથી સુરક્ષિત અને સુવ્યવસ્થિત રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK