Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Covid-19: છેલ્લા 24 કલાકમાં 14 હજાર નવા કેસ મળ્યા, 152 લોકોનું મોત

Covid-19: છેલ્લા 24 કલાકમાં 14 હજાર નવા કેસ મળ્યા, 152 લોકોનું મોત

23 January, 2021 11:32 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Covid-19: છેલ્લા 24 કલાકમાં 14 હજાર નવા કેસ મળ્યા, 152 લોકોનું મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણની ગતિ ધીમી થતી જઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ 20 હજારથી ઓછા નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 14 હજાર 256 નવા કેસ નોંધાયા છે. તેમ જ તે સમય 17 હજાર 130 દર્દીઓ સાજા થયા છે અને 152 લોકોના મોત નીપજ્યાં છે. આ દરમિયાન આઠ લાખ 37 હજાર 095 નમૂનાઓ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થય મંત્રાલયના અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ એક કરોડ 6 લાખ 39 હજાર 684 કેસ નોંધાયા છે. એમાંથી એક લાખ 85 હજાર 662 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 1.74 ટકા છે. સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યમાં તેજી વધી રહી છે. અત્યાર સુધી 10,300,838 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 96.82 ટકા પર પહોંચી ગયું છે. મૃત્યઆંક વધીને 1,53,184 થઈ ગઈ છે. ડેથ રેટ 1.44 ટકા છે. અત્યાર સુધી 13,90,592 લોકોનું કોરોના રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) ICMR અનુસાર અત્યાર સુધી 19,09,58,119 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.



છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે. કેરળમાં 19 લોકોનું મોત થયું છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં આઠ-આઠ લોકોના મોત નીપજ્યાં છે. આ સિવાય દિલ્હી અને છત્તીસગઢમાં સાત-સાત લોકોની મૃત્યુ થઈ છે. દેશમાં કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં મૃત્યુ થઈ છે. અહીં અત્યાર સુધી 50,684 લોકો મૃત્યુ પામ્યાં છે. આ ઉપરાંત તામિલનાડુમાં 12,307, કર્ણાટકમાં 12,190, દિલ્હીમાં 10,789, પશ્ચિમ બંગાળમાં 10,097, ઉત્તર પ્રદેશમાં 8605, આંધ્ર પ્રદેશમાં 7146, પંજાબમાં 5543 અને ગુજરાતમાં 4374 લોકો મૃત્યુ પામ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 11:32 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK