India-China Conflict: ભારત-ચીન તણાવની અસર, મોંઘી થશે આ વસ્તુઓ

Published: Jul 03, 2020, 20:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

બધી બાજુ બૉયકૉટ ચાઇનાનો માહોલ છે. આ સ્થિતિમાં ભારતમાં રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓનો ઘણો સામાન મોંઘો થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લદ્દાખ સીમા સ્થિતિ LAC પર છેલ્લા કેટલાક દિવસોથી હિંસક લડાઇ બાદ ભારત અને ચીનમાં તણાવનો માહોલ છે. ત્યાર બાદ ભારત આર્થિક મોરચે સતત ચીન પર પ્રહાર કરી રહ્યો છે. ચીન પણ ભારતના કડક પગલાંથી બોખલાયું છે. એવામાં જે સ્થિતિ નિર્માણ થઈ છે, તેની અસપ ભારતીય બજારો પર પણ જોવા મળશે. હકીકતે ભારત ધીમે-ધીમે ચીની સામાન માટે પોતાના દરવાજા બંધ કરે છે. લોકોએ પણ ચીની સામાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એવામાં બધી બાજુ બૉયકૉટ ચાઇનાનો માહોલ છે. આ સ્થિતિમાં ભારતમાં રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓનો ઘણો સામાન મોંઘો થઈ શકે છે.

માર્કેટ વિશેષજ્ઞો પ્રમાણે ભારતમાં જે વસ્તુઓ મોંઘી થઈ શકે છે, તે લિસ્ટમાં સૌથી પહેલા સ્થાને રેડિમેડ ગારમેન્ટ્સ રહેશે. હકીકતે વિવાદને કારણે હવે ચીનમાંથી કાપડ અને તે બનાવવાની મશીનો સાથે જોડાયેલો સામાન ભારત નથી આવી શકતો. ચીનમાંથી સામાન્ય રીતે બટન, મેટલ અને સિલાઇ મશીન ભારતમાં આવે છે. ભારતમાં કપડાં બનાવવાના કારખાનાં, ફેક્ટ્રીમાં જે સામાન ઉપયોગમાં આવે છે તે ઘણી હદે ચીનમાંથી આવે છે. જણાવીએ કે ભારતમાં ફાસ્ટનર, બટન, સિલાઇ મશીન, નિડલ લેપલ પિન અને ટેક્સટાઇલ મટિરિયલ ચીનમાંથી જ આવે છે.

હાલ ચીનમાંથી આવેલ અનેક ટન સામાન, પોર્ટ પર ફસાયેલું છે અને એવામાં ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ શકે છે. જોકે, ચીની સામાન વિરુદ્ધ થતાં વિરોધ પ્રદર્શનને જોતાં ભારતીય વેપારી ટર્કી, તાઇવાન, વિહતનામ, થાઇલેન્ડ સહિત અન્ય દેશો તરફ વળી રહ્યા છે, પણ ત્યાં કિંમત વધારે હોવાથી વેપારીઓને મોંઘા ભાવે માલની ખરીદી કરવી પડી રહી છે. જ્યારે કેટલીય જરૂરી એસેસરીઝ અને મશીનોના પાર્ટ ફક્ત ચીનમાં જ મળે છે, એવામાં ચીન પાસેથી ખરીધી હાલ તેમની મજબૂરી બની ગઈ છે. પણ ભારત સરકારે હાલ ચીનમાંથી આવેલા સામાનને પોર્ટ પર જ સીઝ કરીને રાખ્યું છે. રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગમાં તો સુઈથી લઇને ફેબ્રિક ગ્લૂ સુધીની વેપારીઓની નિર્ભરતા ચીન પર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK