કસબને ફાંસી અને દેશમાં હરખની હેલી, જુઓ તસવીરોમાં

Published: 22nd November, 2012 06:03 IST

ગઈ કાલે કસબને ફાંસી આપવામાં આવતાં સમગ્ર દેશના લોકોમાં હરખની હેલી હરખાઈ ગઈ હતી. જેની ખુશી મનાવવા માટે લોકોએ ફટાકડા ફોડ્યાં હતાં તેમ જ મીઠાઈઓ પણ વહેંચી હતી. આવો નજર કરીએ આવી અમુક તસવીરો પર...
ચર્ચગેટમાં આવેલી બીજેપીની ઑફિસની બહાર ગઈ કાલે કાર્યકર્તાઓ ઢોલ-નગારાં વગાડીને કસબની ફાંસીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. (તસવીર : નેહા પારેખ, કૃણાલ ગોસ્વામી)બીજેપીના નેતાઓએ મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો. (તસવીર : નેહા પારેખ, કૃણાલ ગોસ્વામી)ગઈ કાલે ગુજરાતભરમાં કસબની ફાંસીનું સેલિબ્રેશન થયું હતું. વડોદરામાં લોકોએ કસબને ફાંસી આપી હતી તો આજવા રોડ પર કસબના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું; જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં ફટાકડા ફોડીને કસબની ફાંસીને વધાવવામાં આવી હતી. અમદાવાદમાં પણ ફટાકડા ફોડીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
તસવીર : ધર્મેશ પારેખપુણેની યેરવડા જેલની બહાર ભારતીય તિરંગા સાથે ખુશખુશાલ દેખાઈ રહેલા લોકો. (તસવીર : નેહા પારેખ, કૃણાલ ગોસ્વામી)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK