પશુઓ પર ટેસ્ટેડ કૉસ્મેટિક્સની હવે આયાત પણ નહીં કરી શકાય

Published: 15th October, 2014 04:34 IST

આ સાથે ભારત દક્ષિણ એશિયામાં સૌપ્રથમ ક્રૂરતામુક્ત કૉસ્મેટિક ઝોન બન્યો




કૉસ્મેટિક્સનું પરીક્ષણ પશુઓ પર કરવાનો પ્રતિબંધ મૂક્યાના મહિનાઓ પછી ભારત સરકારે આવાં સૌંદર્યપ્રસાધનોની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ભારત દક્ષિણ એશિયામાં સૌપ્રથમ ક્રૂરતામુક્ત કૉસ્મેટિક ઝોન બન્યો છે.

આ પ્રતિબંધ માટે કાર્યરત હ્યુમન સોસાયટી ઇન્ટરનૅશનલ નામના એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગે‍નાઇઝેશને જણાવ્યું હતું કે સરકારે ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ રૂલ્સમાં આવી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદતો નિયમ દાખલ કર્યો છે.

ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ (ફિફ્થ અમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૧૪ અમલી બન્યા પછી પશુઓ પર ટેસ્ટેડ એક પણ કૉસ્મેટિકની આયાત દેશમાં કરી શકાશે નહીં એવું એક સરકારી જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું. આ જાહેરનામું ૧૩ નવેમ્બરથી અમલમાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK