વીતેલાં વર્ષોમાં ભારત-ઑસ્ટ્રેલિયાના સંબંધો ઘણા મજબૂત થયા: મોદી

Published: Jun 05, 2020, 13:22 IST | Agencies | New Delhi

મોદીએ ઑસ્ટ્રેલિયન પીએમ સાથે પ્રથમ વખત દ્વિપક્ષી ઑનલાઇન સમિટ યોજી

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયના પીએમ સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે સૌપ્રથમ ઑનલાઇન દ્વિપક્ષી સમિટ યોજાઈ હતી. નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયન વડા પ્રધાનને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ બન્ને દેશો વચ્ચે વેપાર સંબંધોને વધારવા પર ભાર આપવામાં આવ્યો હતો. મોદીએ જણાવ્યું કે વીતેલાં વર્ષોમાં ભારત તેમ જ ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ઘણા મજબૂત થયા છે.

મોદીએ જણાવ્યું કે ‘વૈશ્વિક મહામારીના આ સમયમાં આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહેશે. સમગ્ર વિશ્વએ આ મહામારીના આર્થિક તેમ જ સામાજિક દુષ્પ્રભાવથી વહેલી તકે ઊભરવા માટે એક સંયુક્ત તેમ જ સહયોગી અભિગમ અપનાવવાની આવશ્યકતા છે.’

વડા પ્રધાન મોદીએ ઑનલાઇન સમિટમાં જણાવ્યું કે ‘અમારી સરકારે કોરોના-સંકટને એક અવસર તરીકે જોવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક રિફૉર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વહેલી તકે જમીની સ્તરે પણ આનાં પરિણામ જોવા મળશે.’

આ સમિટ દરમ્યાન ઑસ્ટ્રેલિયન પીએમ સ્કૉટ મૉરિસને જણાવ્યું કે ‘હું તમારો (પીએમ મોદી) ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર જી20 અને ઇન્ડો-પૅસિફિસમાં સ્થિર, રચનાત્મક અને ઘણી સકારાત્મક ભૂમિકા ભજવવા બદલ આભાર વ્યક્ત કરું છું. તમે આ ભૂમિકા ઘણા કપરા સમયમાં નિભાવી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK