Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Iran-US તણાવ દરમિયાન ભારતે જાહેર કર્યું અલર્ટ

Iran-US તણાવ દરમિયાન ભારતે જાહેર કર્યું અલર્ટ

08 January, 2020 12:12 PM IST | Mumbai Desk

Iran-US તણાવ દરમિયાન ભારતે જાહેર કર્યું અલર્ટ

Iran-US તણાવ દરમિયાન ભારતે જાહેર કર્યું અલર્ટ


ઇરાકમાં બે અમેરિકન સૈન્ય ઠેકાણાંઓ પર મિસાઇલ હુમલા બાદ ભારતે બુધવારે પોતાના નાગરિકો માટે એક યાત્રા એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં તેમણે આ ક્ષેત્રમાં હાજર સ્થિતિને ધ્યાનમાં મધ્ય-પૂર્વ દેશ માટે પણ બધી બિનજરૂરી યાત્રાઓ ન કરવાની સલાહ આપી છે. ઇરાકમાં જાહેર તણાવ વચ્ચે નાગરિક વિમાનના મહાનિદેશકે સમાચાર એજન્સી માહિતગારોને જણાવ્યું કે અમે સંબંધિત એરલાઇન્સની સાથે બેઠકો કરી છે અને તેમને સતર્ક રહેવા અને સાવચેત રહેવા માટે સંવેદનશીલ બનાવ્યા છે.

ઇરાન તરફથી બુધવારે તડકે એન અલ-અસદ ઍરબેઝ પર અને ઇરાકના એરબિલમાં મિસાઇલ હુમલા બાદ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મહાનિદેશકે માહિતી આપી કે અમે સંબંધિત ઍરલાઇન્સ સાથે બેઠક કરી છે અને તેમને સતર્ક રહેવા તેમજ સાવચેત રહેવા બાબતે સંવેદનશીલ બનાવી છે.



સમાચાર એજન્સી એએનઆઇએ જણાવ્યું કે સરકારી સૂત્રો દ્વારા માહિતી આપી છે કે ઇરાન, ઇરાક અને ખાડી ક્ષેત્રમાં તણાવ દરમિયાન ભારતે પોતાની વિમાન વાહક કંપનીઓને ઍરસ્પેસનો ઉપયોગ ન કરવાની અથવા તેનાથી બચવાની સલાહ આપી છે.


વિદેશ મંત્રાલયની એડવાઇઝરી
મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટની હાલની સ્થિતિને ઘ્યાનમાં રાખીને મંત્રાલયે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તે આગામી સૂચના સુધી ઇરાકની બધી બિનજરૂરી યાત્રા કરવાથી બચે. તેની સાથે જ ઇરાકમાં રહેતા ભારતીય નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે અને કહેવામાં આવ્યું છે કે ઇરાકની અંદર પણ પ્રવાસ કરવાથી બચો.

ભારતીય વિદેશ મંત્રાલયે આગળ માહિતી આપી છે કે ઇરાકની રાજધાની બગદાદમાં અમારા દૂતાવાસ અને એરબિલમાં અમારા વાણિજ્ય દૂતાવાસ, ઇરાકમાં રહેનારા ભારતીયોને બધી જ સેવાઓ આપવા માટે સામાન્ય રીતે કામ કરે છે. અહીં આવેલા નાગરિકોની મદદ કરવામાં આવશે.


આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

ઇરાનના ઇરાકમાં અમેરિકન ઠેકાણાં પર હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હાલ આ હુમલામાં ઘાયલોની સંખ્યાની ગણતરી કરવામાં આવી રહી છે. તે આ બાબતે ટૂંક સંયમાં નિવેદન આપશે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 12:12 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK