એપીએમસીને સ્પેશ્યલ કૅટેગરીમાં સામેલ કરો

Published: Oct 10, 2020, 10:18 IST | Mumbai correspondent | Mumbai

ગ્રોમાના પદાધિકારીઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને મળ્યા ને ડિમાન્ડ કરી

એપીએમસીને સ્પેશ્યલ કૅટેગરીમાં સામેલ કરો
એપીએમસીને સ્પેશ્યલ કૅટેગરીમાં સામેલ કરો

કેન્દ્રીય કૃષિ બિલ અને એપીએમસી માર્કેટ બાબતે અત્યારે ચાલી રહેલા વિવાદના મામલે ગઈ કાલે ગ્રોમાના પદાધિકારીઓએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણની મુલાકાત લીધી હતી. તેમણે એપીએમસી માર્કેટને સ્પેશ્યલ કૅટેગરીમાં સમાવેશ કરવાની માગણી કરી હતી. ચવાણે ટૂંક સમયમાં એપીએમસીની મુલાકાત લઈને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ગ્રોમાના પ્રેસિડન્ટ શરદ મારુ, સેક્રેટરી ભીમજીભાઈ તેમ જ ટ્રેડ ઍનલિસ્ટ દેવેન્દ્ર વોરાએ ગઈ કાલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ વિધાનસભ્ય પૃથ્વીરાજ ચવાણની મુલાકાત લીધી હતી. કૃષિનાં ત્રણ વિવાદિત બિલ્સ બાબતે લગભગ દોઢ કલાક સુધી વિસ્તૃત ચર્ચાવિચારણા થઈ હતી.
નવી મુંબઈની દાણાબજારમાં ખેડૂતનો કોઈ જ કાચો માલ આવતો નથી તેમ જ સંપૂર્ણપણે વેપારીઓનો અને દાળ મિલોનો માલ આવે છે એ બાબત એક્સપર્ટની સલાહ સાથે નવી મુંબઈની એપીએમસી બજારને સ્પેશ્યલ કૅટેગરીમાં સમાવેશ કરીને વેપારી સમાજ કેવી રીતે પોતાના વેપારધંધા કરી શકે એ બાબતની ફળદાયી ચર્ચાઓ થઈ હતી.
જોકે નવી મુંબઈમાં મસ્જિદ બંદરથી જ્યારે સ્થળાંતર થયું ત્યારે નવી મુંબઈની દાણા બજારને પ્રિન્સિપલ માર્કેટનો દરજ્જો અપાયો હતો, પરંતુ તાજેતરમાં પાસ થયેલા કેન્દ્ર સરકારના કાયદાઓમાં ઘણી વિસંગતતા છે, એમાંથી યોગ્ય માર્ગ નીકળી શકે એમ છે એની માહિતી શરદ મારુ, ભીમજીભાઈ અને દેવેન્દ્ર વોરાએ પૃથ્વીરાજ ચવાણને આપી હતી.
નજીકના ભવિષ્યમાં પોતે માર્કેટની રૂબરૂ મુલાકાત લઈને આનો યોગ્ય ઉકેલ લાવવાનું આશ્વાસન તેમણે આપ્યું હતું અને આ બાબતે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ તેમ જ કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરને પણ ચોક્કસ રજૂઆત કરશે તેમ કહ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK