ગાંધીજી એવી વ્યક્તિ હતા જેમના પર સમાજના દરેક વર્ગને વિશ્વાસ હતોઃ મોદી

Published: Oct 03, 2019, 09:02 IST | નવી દિલ્હી

વડા પ્રધાને ન્યુ યૉર્ક ટાઇમ્સમાં ગાંધીજી વિશે લેખ લખ્યો, મહાત્મા ગાંધીનો જન્મ ભલે ભારતમાં થયો હોય, પરંતુ તેમના વિચારોની અસર આખી દુનિયામાં જોવા મળે છે

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ન્યુ યૉર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો છે. જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે ગાંધીજી એક એવી વ્યક્તિ હતા જેમના પર સમાજના દરેક વર્ગને ભરોસો હતો. પીએમ મોદીએ લખ્યું છે કે બાપુનો જન્મ ભલે ભારતમાં થયો હોય, પરંતુ તેમના વિચારોની અસર આખી દુનિયામાં જોવા મળે છે.

પીએમ મોદીએ લખ્યું કે મહાત્મા ગાંધી પર સમાજના દરેક વર્ગને વિશ્વાસ હતો. વાત ૧૯૧૭ની છે, જ્યારે ગુજરાતના અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એક મોટી હડતાળ પડી હતી. મિલમાલિકો અને કામદારો વચ્ચે ઝઘડાને કારણે વાત વણસી હતી, ત્યારે ગાંધીજીએ મધ્યસ્થતા કરીને આ મામલાને શાંત પાડ્યો હતો.

આ પણ જુઓ : Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે ગાંધીજી મજૂરોના ભલા માટે પણ લડતા રહ્યા હતા. પીએમ મોદીએ લખ્યું, મજૂરોને અધિકારો અપાવવા માટે તેમણે મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. તમને જોઈને લાગશે કે આ કોઈ સામાન્ય સંગઠન હશે, પરંતુ ગાંધીજીને કારણે આ સંગઠનની ખૂબ અસર જોવા મળી હતી. એ દિવસોમાં મોટા લોકોનું સન્માન કરવા માટે લોકો તેમને મહાજન કહેતા હતા. ગાંધીજી ઈચ્છતા હતા કે લોકો મજૂરોનું સન્માન કરે. આ માટે જ તેમણે મજૂરોના નામ સાથે મહાજન જોડી દીધું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK