દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા

Published: 22nd January, 2021 13:57 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 14,545 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન કોરોનાથી દેશમાં 163 લોકોનાં મોત નીપજ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં એક તરફ કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા સતત ઓછી થઈ રહી છે, તો બીજી તરફ કોરોના વાઈરસથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આનાથી દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 14,545 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન કોરોનાથી દેશમાં 163 લોકોનાં મોત નીપજ્યાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ મળીને દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 1 કરોડ 6 લાક 25 હજાર 428 કેસ નોંધાયા છે. જોકે એમાંથી 1 કરોડ 2 લાખ 83 હજાર 708 લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને હાલ 1 લાખ 88 હજાર 688 થઈ ગઈ છે. ભારતમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 1 લાખ 53 હજાર 32 લોકોના મોત નીપજ્યાં છે.

સક્રિય કેસમાં ઘટાડો, રિકવરી વધી

દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસ પણ ઝડપથી ઓછા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3620 એક્ટિવ કેસ ઓછા થયા છે, જેથી સક્રિય દર ઘટીને 1.78 ટકા થઈ ગયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 18,002 લોકો સાજા થયા છે. આ સાથે રિકવરી દર 96.78 ટકા થયો છે. ભારતની કોરોના મૃત્યુ દર હાલ 1.44 ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં 19 કરોડ કોરોના ટેસ્ટ

દેશમાં કોરોના તપાસનો આંકડો પણ વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 19 કરોડની કોરોના તપાસ થઈ ચૂકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) ICMR તરફથી જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ગુરૂવારે એટલે 21 જાન્યુઆરી 2021 સુધી 19,01,48,024 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 8,00,242 ટેસ્ટ કાલે કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ રસીકરણ છે

દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધી 10 લાખ 43 હજાર 534 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 2 લાખ 37 હજાર 50 લોકોને રસી આપવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK