Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટઃ પૂર્વ પ્રેમી અને તેના કાકાએ યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

રાજકોટઃ પૂર્વ પ્રેમી અને તેના કાકાએ યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

07 April, 2019 05:58 PM IST | રાજકોટ

રાજકોટઃ પૂર્વ પ્રેમી અને તેના કાકાએ યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

પૂર્વ પ્રેમી અને તેના કાકાએ યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

પૂર્વ પ્રેમી અને તેના કાકાએ યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ


રાજકોટની 27 વર્ષની યુવતીનું કાકા-ભત્રીજાએ અપહરણ કરી બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે. ઘટનાની ફરિયાદ થતા જ યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ કાકા ધર્મેન્દ્રસિંહ પરમારને ઝડપી પાડ્યા છે જ્યારે તેમનો ભત્રીજો વનરાજસિંહ ભાગવામાં સફળ રહ્યો.
 
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, યુવતીના અને વનરાજ સિંહ વચ્ચે પ્રેમ સંબંધો હતો. પરંતુ જ્યારે યુવતીને જાણ થઈ કે વનરાજસિંહ તે પરિણીત હોવાની વાત તેનાથી છુપાવી છે ત્યારે તેણે તેની સાથે સંબંધો તોડી નાખ્યા.

બ્રેકઅપ બાદ વનરાજસિંહ યુવતી અને તેના પરિવારને ધમકી આપી કે જો યુવતી તેની સાથે લગ્ન નહીં કરે તો યુવતી અને તેના પરિવારને મારી નાખશે. વનરાજસિંહના કાકા ધર્મેન્દ્રસિંહના ગુનાહિત ઈતિહાસની ખબર પડતા યુવતીના પરિવારે સમાધાનની વાત કરી હતી.

જ્યારે યુવતીનો પરિવાર બીજી એપ્રિલે ધર્મેન્દ્રસિંહને મળવા આવ્યો ત્યારે વનરાજસિંહે યુવતીનું અપહરણ કર્યું અને તેને બે દિવસ માટે અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી. ત્રીજા દિવસે ધર્મેન્દ્રસિંહ આવ્યા અને પીડિતાને એક તબેલામાં લઈ ગયા અને ત્યાં તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પીડિતાની છાતી પર ગંભીર ઈજાના નિશાન હોવાનું પણ પોલીસનું કહેવું છે.

આ પણ વાંચોઃ આને કહેવાય ભેજાબાજ! કારના રંગરૂપ બદલી એમ્બ્યુલન્સ તરીકે કરતા હતા ઉપયોગ



યુવતી તેમની ચુંગાલમાંથી બચવામાં સફળ રહી અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી છે. આ મામલે વાત કરતા આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર પી કે દિયોરાએ કહ્યું કે, ધર્મેન્દ્રસિંહ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ પહેલા આર્મ્સ એક્ટમાં તેની ધરપકડ થઈ ચુકી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2019 05:58 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK