મુલુંડમાં એક રાતમાં ગુજરાતી સહિત ત્રણ ઘરનાં તાળાં તૂટ્યાં

Published: 30th September, 2020 07:48 IST | Mumbai Correspondent | Mumbai

મુલુંડમાં ચોરીની ઘટના રોકાવાનું નામ નથી લેતી.

ચોરોએ હાથફેરો કરીને કબાટ ખાલી કરી નાખ્યો.
ચોરોએ હાથફેરો કરીને કબાટ ખાલી કરી નાખ્યો.

મુલુંડમાં ચોરીની ઘટના રોકાવાનું નામ નથી લેતી. મુલુંડ સ્ટેશન નજીક આવેલાં રાજહંસ અને લક્ષ્મી નિવાસ બિલ્ડિંગનાં ત્રણ ઘરમાં ચોરી થવાની ઘટના એક જ રાતમાં બની હતી, જેમાં ગુજરાતીના એક ઘરમાંથી દોઢ લાખની કૅશ ચોરાઈ હોવાનું મુલુંડ પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મુલુંડમાં ઝવેર રોડ પર બાજુ-બાજુમાં આવેલાં રાજહંસ અને લક્ષ્મી નિવાસ બિલ્ડિંગમાં રવિવારે મધરાતે ચોરી કરવાને ઇરાદે અજાણ્યા તસ્કરોએ બે ઘરનાં તાળાં તોડ્યાં હતાં, પરંતુ આ ઘરોની પાડોશમાં બીજો પરિવાર રહેતો હોવાથી ચોરો અહીં ચોરી નહોતા કરી શક્યા. જોકે બાજુના બિલ્ડિંગમાં રહેતા નરેશ મોતાના ઘરમાં ઘૂસીને તેઓ દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે પલાયન થઈ ગયા હતા.

ફરિયાદી નરેશ મોતાના પુત્ર આયુષે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગુરુવારે દેવલાલી ગયા હતા. સોમવારે પાછા આવ્યા ત્યારે અમને ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. આથી અમે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમને ખબર પડી છે કે બાજુની સોસાયટીમાં પણ તાળાં તૂટ્યાં છે, પરંતુ ચોરો ચોરી કરવામાં સફળ થયા નથી.’
મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર પ્રભારીએ જણાવ્યું હતું કે ‘ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે. સીસીટીવી ફુટેજના આધારે પણ અમારી તપાસ થઈ રહી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK