ગુજરાતમાં વરસાદ મોડો થતા વાવેતરમાં થયો ઘટાડો
ગુજરાતમાં વાવેતરમાં ઘટાડો
વાયુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં ચોમાસું મોડું બેસી રહ્યું છે. સામાન્ય રીતે રાજ્યમાં 10 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. અને ચોમાસું આવે તે પહેલા જ ચોમાસું પાકના વાવેતરની શરૂઆત થઈ જતી હોય છે. આ વખતે વરસાદ મોડો થવાના કારણે વાવેતર પર પણ અસર થયો છે.
આટલું વાવેતર ઓછું થયું
એક તો સિંચાઈ માટે પાણી નહીં અને ઉપરથી વરસાદ મોડો થયો છે. જેના કારણે ખેતી પર અસર પડી કહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ઓછું વાવેતર થયું છે. ગયા વર્ષે 10 જૂન સુધીમાં 82 હજાર 646 હેક્ટરમાં વાવેતર થયું હતું ત્યારે આ વખતે 56 હજાર હેક્ટરમાં જ વાવેતર થયું છે. એટલે કે 26 હજાર 646 હેક્ટરમાં ઓછું વાવેતર નોંધાયું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વાવેતર કઠોળ, તેલીબિયાં અને ધાન્ય પાકોનું નોંધાયું છે.
ગયા વર્ષની સરખામણીએ વાવેતર
ADVERTISEMENT
ધાન્ય પાક | 2018(હેક્ટરમાં) | 2019(હેક્ટરમાં) |
ડાંગર | 543 | 77 |
બાજરી | 23 | 0 |
જુવાર | 68 | 0 |
મકાઈ | 146 | 175 |
કુલ | 800 | 252 |
કઠોળ પાક | 2018(હેક્ટરમાં) | 2019(હેક્ટરમાં) |
તુવેર | 1663 | 3 |
મગ | 15 | 5 |
અડદ | 52 | 2 |
અન્ય | 74 | 0 |
કુલ | 1804 | 10 |
તેલીબિયાં | 2018(હેક્ટરમાં) | 2019(હેક્ટરમાં) |
મગફળી | 14368 | 5216 |
તલ | 8 | 0 |
દિવેલા | 5 | 0 |
સોયાબીન | 367 | 136 |
કુલ | 14748 | 5352 |
અન્ય પાક | 2018(હેક્ટરમાં) | 2019(હેક્ટરમાં) |
કપાસ | 47907 | 40109 |
ગુવાર | 10 | 5 |
શાકભાજી | 6502 | 3409 |
ઘાસચારો | 10875 | 6863 |
કુલ | 65294 | 50836 |
આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાથી ગુજરાત હવે સુરક્ષિત, નથી હવે કોઈ ખતરો: CM રુપાણી