કોરોના મહામારી ફેલાઈ ત્યાર બાદ લૉકડાઉનના કાળમાં એનો સૌથી વધુ પ્રભાવ ધારાવીમાં જોવા મળ્યો હતો. પણ ત્યાર બાદ મુંબઈ મહાનગરપલિકાએ ચાંપતાં પગલાં લઈ તેમના પર કન્ટ્રોલ મેળવ્યો હતો અને એને એક રોલ મૉડલ બનાવ્યું હતું. હાલમાં કોરોનાનો પ્રાદુર્ભાવ ઓછો થઈ રહ્યો છે અને ધારાવીમાં પણ કેસ ઘટી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં તો ચોવીસ કલાકમાં એક પણ નવો કેસ નહોતો નોંધાયો. જોકે ગઈ કાલે ૬ નવા કેસ નોંધાતાં સુધરાઈ અલર્ટ થઈ ગઈ છે અને કોઈ ચાન્સ લેવા નથી માગતી.
છ ડિસેમ્બરે ધારાવી, માહિમ, શિવાજી પાર્ક સુધીના એરિયાને કવર કરતાં પાલિકાના જી-નૉર્થ વૉર્ડમાં કુલ 26 નવા કોરોના પૉઝિટિવટિવ કેસ નોંધાયા હતા. એમાંથી ધારાવીમાં 6 કેસ નોંધાયા છે.
આ વિશે માહિતી આપતાં જી-વૉર્ડના અસિસ્ટન્ટ મેડિકલ ઑફિસર સંદીપ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધારાવીમાં કોરોના પૉઝિટિવના કેસ વધે નહીં એ માટે અમે બનતી કાળજી લઈ રહ્યા છીએ. મુખ્ય વાત એ છે કે ધારાવીમાં બહુ જ મોટી સંખ્યામાં ગૃહઉદ્યોગો ચાલે છે, જેથી બહારથી રોજેરોજ ઘણાબધા લોકોની અવરજવર રહેતી હોય છે એને માટે જ કેસ વધવાના ચાન્સિસ હોય છે. અમે તેમના પર નજર રાખીએ છીએ અને ઠેકઠેકાણે કોવિડ ટેસ્ટ સેન્ટર ચાલુ જ રાખ્યાં છે જેમાં લોકો ફ્રી ટેસ્ટિંગ કરાવી શકે છે. લોકો ભેગા ન થાય અને માસ્ક પહેરે એ બાબત પર પણ અમે ધ્યાન આપી રહ્યા છીએ.’
શૌચાલયની બારીની જાળી તોડીને પોલીસ-સ્ટેશનમાંથી ચોર ફરાર
26th January, 2021 11:12 ISTમુંબઈમાં નવાં પાંચ સાઇબર પોલીસ-સ્ટેશન: ઉદ્ધવ ઠાકરે આજે ઉદ્ઘાટન કરશે
26th January, 2021 10:57 ISTઆખરે ડ્રગ માફિયા આરિફ ભૂજવાલાની રાયગઢમાંથી ધરપકડ
26th January, 2021 10:55 ISTચાલો, બીએમસીના મુખ્યાલયની લટાર મારવા
26th January, 2021 10:34 IST