ખુશખબર! : ચીનમાં કોરોના વાઇરસના 90 ટકા દરદીઓ સ્વસ્થ થયા

Published: Mar 24, 2020, 12:19 IST | Agencies | Beijing

કોરોના વાઇરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં ૧૪,૭૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે અને ત્રણ લાખ ૩૯ હજારથી વધારે પૉઝિટિવ કેસ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં ૧૪,૭૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે અને ત્રણ લાખ ૩૯ હજારથી વધારે પૉઝિટિવ કેસ છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસને લઈને ફફડાટ છે ત્યારે ચીન તરફથી આ વાઇરસના સંક્રમણને લઈને સારા સમાચાર આવ્યા છે. ચીને કહ્યું કે કોરોના પૉઝિટિવ કેસમાંથી ૯૦ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાઇરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યાં ૮૧,૦૦૦થી વધારે કેસ નોંધાયા હતા જેમાં ૩૨૨૭ લોકોનાં મોત થયાં છે. ચીનના નૅશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે કોરોના સંક્રમિત દરદીઓમાંથી ૯૦ ટકા દરદીઓ રિકવર થઈ ગયા છે અને તેઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK