ભાવનગરમાં કાૅન્સ્ટેબલે તેના જ ત્રણ પુત્રોની ગળું કાપી હત્યા કરી

Published: Sep 02, 2019, 09:24 IST | ભાવનગર

ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ તેના ત્રણ પુત્રોની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી નાખી હતી.

ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ તેના ત્રણ પુત્રોની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરી નાખી હતી. ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

સુખદેવ શિયાળે તેના પુત્રો ખુશાલ, ઉદ્ધવ અને મનોનીતની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા કરી હતી. સુખદેવ મહુવાના રાણીવાડા ગામનો વતની છે. પહેલા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તે પોલીસ હેડ ક્વાર્ટરમાં આશાન વિભાગમાં ફરજ બજાવે છે. પોતાની પત્નીને રૂમમાં પૂરી ત્રણેય પુત્રોને મોતને ઘાટ ઉતાર્યાની પણ ચર્ચા થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી શંકાને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ આજે આવેશમાં આવીને ત્રણેય પુત્રોની હત્યા નીપજાવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાૅન્સ્યુલર ઍક્સેસ આપશે

સુખદેવએ અંગત ઝઘડામાં આવેશમાં આવી પોતાના જ ત્રણ માસુમ પુત્રોની હત્યા કરી છે. ગળુ કાપી હત્યા કરતા મકાનમાં લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. સુખદેવ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ઘટનાસ્થળેથી દાતરડુ મળી આવ્યું છે તેમજ બાળકો માટેનું રમકડું પણ પડેલું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK