Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીમાં છુટ્ટા આપવાના બહાને વેપારીના ૨૫,૦૦૦ લઈને અજાણી વ્યક્તિ ફરાર

અંધેરીમાં છુટ્ટા આપવાના બહાને વેપારીના ૨૫,૦૦૦ લઈને અજાણી વ્યક્તિ ફરાર

26 July, 2020 11:16 AM IST | Mumbai Desk
Urvi Shah Mestry

અંધેરીમાં છુટ્ટા આપવાના બહાને વેપારીના ૨૫,૦૦૦ લઈને અજાણી વ્યક્તિ ફરાર

ઈજાગ્રસ્ત સંજય ગાલા

ઈજાગ્રસ્ત સંજય ગાલા


અંધેરી-વેસ્ટમાં જયપ્રકાશ રોડ પર આવેલા એક જનરલ સ્ટોરમાં સોમવારે સાંજે પોણાસાત વાગ્યે એક અજાણ્યા શખસે દુકાનદારને કહ્યું કે ‘૧૦ અને ૨૦ રૂપિયાના છુટ્ટા જોઈતા હોય તો આગળ જ મારી દુકાન છે ત્યાં આવો. હું તમને છુટ્ટા પૈસા અપાવું’ એમ કહીને અજાણ્યો માણસ દુકાનદારના ૨૫,૦૦૦ રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો. 
દીનબંધુ જનરલ સ્ટોર્સના માલિક જખુ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારો દીકરો સંજય ગાલા કસ્ટમરને સામાન આપતો હતો ત્યારે તેને એક અજાણ્યા માણસે અમારી દુકાનની સામે સ્કૂટર ઊભું રાખીને મારા દીકરાને પૂછયું કે ‘તમને દસ-વીસ રૂપિયાના છુટ્ટા જોઈએ છે? મારી પાસે કુલ ૨૫,૦૦૦ રૂપિયા છે. તમને જોઈતા હોય તો આપું. મારી દુકાન આગળની લાઇનમાં જ છે.’ એટલે સંજય ૨૫,૦૦૦ રૂપિયા લઈને અજાણ્યા માણસના સ્કૂટર પર પાછળ બેસીને છુટ્ટા પૈસા લેવા ગયો. થોડે આગળ આવેલી એક મેડિકલની દુકાન પાસે જઈને અજાણ્યા માણસે સ્કૂટર ઊભું રાખ્યું અને સંજયને કહ્યું કે મારી દુકાન ઉપર જ છે એમ કહીને એ માણસે સંજય પાસેથી પૈસા લઈ લીધા. એ વખતે સંજય બે પગથિયાં ઉપર ચડી ગયો ત્યારે અજાણ્યા માણસે ઉપર જઈને કહ્યું કે ‘અરે મેં મારું સ્કૂટર તો રસ્તાની વચ્ચે જ ઊભું રાખી દીધું છે. તમે અહીં ઊભા રહો, હું નીચે જઈને સ્કૂટરને સાઇડમાં રાખીને પાછો આવું છું.’ એમ કહીને એ માણસ નીચે ગયો અને સ્કૂટરને હટાવીને સ્કૂટર પર બેસવા ગયો ત્યારે સંજયને ડાઉટ ગયો અને સંજય દોડીને નીચે ઊતર્યો અને સ્કૂટરને પકડવા ગયો, પરંતુ એ માણસ ફુલ સ્પીડમાં સ્કૂટર દોડાવીને નાસી છૂટ્યો હતો. સંજય સ્કૂટરને પકડવા ગયો એમાં પાંચ મકાન સુધી તે રસ્તા પર ઢસડાતો ગયો જેમાં તેને હાથ-પગ અને મોઢા પર ઈજા થઈ છે. આ બાબતે ડી. એન. નગરના સિનિયર પીઆઇ પરમેશ્વર ગનમેએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સોમવારે સાંજનો સમય હતો અને થોડું અંધારું થયું હતું એટલે નંબર-પ્લેટ સરખી વાંચી શકાઈ નહોતી. વળી આસપાસના કૅમેરા પણ ચેક ર્ક્યા, પરંતુ કોઈ સુરાગ મળી શક્યો નહોતો. અમારી તપાસ ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 11:16 AM IST | Mumbai Desk | Urvi Shah Mestry

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK