Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગાર્મેન્ટ શૉપમાં સાડી પહેરેલું પૂતળું સૅનિટાઇઝર લઈને ફરે છે

ગાર્મેન્ટ શૉપમાં સાડી પહેરેલું પૂતળું સૅનિટાઇઝર લઈને ફરે છે

26 July, 2020 09:47 AM IST | Mumbai Desk
Mumbai correspondent

ગાર્મેન્ટ શૉપમાં સાડી પહેરેલું પૂતળું સૅનિટાઇઝર લઈને ફરે છે

ગાર્મેન્ટ શૉપમાં સાડી પહેરેલું પૂતળું સૅનિટાઇઝર લઈને ફરે છે

ગાર્મેન્ટ શૉપમાં સાડી પહેરેલું પૂતળું સૅનિટાઇઝર લઈને ફરે છે


તામિલનાડુની એક કપડાની દુકાનમાં સાડી પહેરાવેલું મૅનિકિન ઇલેક્ટ્રિસિટી વડે પૈંડાં પર ચાલતા રોલર પર ફરે છે અને ફરતાં-ફરતાં ગ્રાહકો તથા સ્ટાફર્સ હાથ ધરે તો તેમને સૅનિટાઇઝર પણ આપે છે. એ દૃશ્યનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ ફરી રહ્યો છે. ટ્વિટર પર આ વિડિયો પોસ્ટ કરતાં ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસનાં અધિકારી સુધા રમણ લખે છે કે ‘તામિલનાડુના કપડાંના શોરૂમમાં ટેક્નૉલૉજીનો પ્રશંસનીય સદુપયોગ થઈ રહ્યો છે. સાડી પહેરેલું ઑટોમૅટિક મૅનિકિન શોરૂમમાં ગ્રાહકો અને સ્ટાફર્સની આસપાસ ફરે છે અને જેમને સૅનિટાઇઝર જોઈએ તેમને આપે છે. કોરોના રોગચાળાની વિદાય પછી ટેક્નૉલૉજીના ઘણા નવા ઉપયોગ જોવા મળશે અને હવે આવી ટેક્નૉલૉજીનાં નવાં સંશોધનો પણ પ્રકાશમાં આવશે એવું લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 09:47 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK