આર્ટ ફિલ્મ એટલે શું અને કમર્શિયલ ફિલ્મ એટલે શું?

Published: 30th October, 2014 05:43 IST

એવું કહેવાતું રહ્યું છે કે ફલાણી ફિલ્મ આર્ટ ફિલ્મ છે અને પેલી ફિલ્મ કમર્શિયલ ફિલ્મ છે. હું પૂછવા માગું છું કે આર્ટ ફિલ્મ અને કમર્શિયલ ફિલ્મ એટલે શું? આ પ્રકારની કૅટેગરી મને તો ક્યારેય નથી સમજાય.
સ્પેશ્યલ કમેન્ટ - ઇમ્તિયાઝ અલી, ફિલ્મ-ડિરેક્ટર

ફિલ્મ હંમેશાં ફિલ્મ જ હોય છે અને એને ફિલ્મ તરીકે જ ટ્રીટ કરવામાં આવવી જોઈએ. જુઓ, એક વાતને બહુ સારી રીતે સમજી લેવાની હોય કે સ્ટોરીટેલિંગનું એટલે કે વાર્તા કહેવાનું સૌથી કૉસ્ટ્લી જો કોઈ માધ્યમ હોય તો એ ફિલ્મ છે. આજના સમયમાં તો ફિલ્મમેકિંગ વધારે પડતું મોંઘું પણ થઈ ગયું છે એટલે કોઈ એવું ધારીને તો ફિલ્મ ક્યારેય ન બનાવે કે અવૉર્ડ મળશે તો ચાલશે, રિવૉર્ડની જરૂર નથી. કોઈ પણ ડિરેક્ટર, પ્રોડ્યુસર એવું જ ઇચ્છતો હોય કે તેની ફિલ્મ બૉક્સઑફિસ પર હિટ જાય, પણ ફિલ્મ બન્યા પછી એ કોણે જોવી અને શું કામ જોવી એ ડિસાઇડ કરવાનું ઑડિયન્સના હાથમાં હોય છે. આપણે ત્યાં લો-બજેટની ફિલ્મ પણ ઑડિયન્સે બહુ વખાણી હોય એવું બન્યું છે અને સ્ટાર્સ સાથેની ફિલ્મ પણ ઑડિયન્સને જસ્ટિફાય ન થઈ હોય એવું પણ બન્યું છે. મારું માનવું છે કે આર્ટ ફિલ્મ કે કમર્શિયલ ફિલ્મ જેવું કંઈ નથી હોતું. બનતી હોય છે ત્યારે બધી ફિલ્મ કમર્શિયલ જ હોય છે, પણ પછી બૉક્સઑફિસ કે પ્રી-બૉક્સઑફિસ રિઝલ્ટ પછી ફિલ્મની કૅટેગરી બદલાઈ જતી હોય છે. જો ફિલ્મ બૉક્સઑફિસ પર સારો બિઝનેસ કરે તો એ કમર્શિયલ બની જાય અને જો એનું કોઈ ખરીદદાર ન રહે અને એ ફિલ્મ-ફેસ્ટિવલમાં દેખાડવાનું શરૂ થાય તો એ આર્ટ ફિલ્મ બની જાય છે.

કોઈ પણ ફિલ્મ આમ તો એક સ્ટોરી છે. એ કઈ રીતે કહેવામાં આવે છે અને કઈ સ્ટાઇલથી રજૂ કરવામાં આવે છે એના પર બધો નિર્ધાર હોય છે.

ફિલ્મમેકિંગ મોંઘું થયું છે, પણ એના વિશે હું વધારે કંઈ કહેવાનું પસંદ નહીં કરું, કારણ કે ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીને કારણે વર્લ્ડ આખું એકબીજાની નજીક આવી ગયું છે. એવા સમયે કમ્પૅરિઝન બહુ ઈઝી-વે પર શક્ય બનતું હોય છે. જ્યારે સરખામણી થવાની હોય અને થઈ શકે એમ હોય ત્યારે સ્વાભાવિક રીતે લાર્જર લેવલ પર કામ કરવું પડતું હોય છે. ઇચ્છા ન હોય તો પણ એ દિશામાં કામ કરવું પડતું હોય છે, પણ એ કમ્પલ્સરી ન હોવું જોઈએ એવું હું માનું છું. ફિલ્મ ‘હાઇવે’ જે સ્તરની હોવી જોઈતી હતી એ જ સ્તર પર રહેવા દેવી જોઈએ. એને વગર કારણે અને સરખામણીના ડરથી જો ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની બનાવવાની કોશિશ કરવામાં આવી હોત તો એ ફિલ્મ વધુ લોકો સુધી પહોંચી હોત, પણ એવું કરવાથી સ્ટોરીની જે નજાકત હતી એ ખોવાઈ ગઈ હોત.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK