સરબજિતને તત્કાળ ફાંસી આપવાની ડિમાન્ડ

Published: 23rd November, 2012 03:01 IST

મુંબઈ હુમલાના દોષી અજમલ કસબને બુધવારે ફાંસી અપાયાના પાકિસ્તાનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી ઇમરાન ખાનની પાર્ટી તહેરિક ઇન્સાફ પાર્ટીએ ગઈ કાલે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય મૂળના કેદી સરબજિત સિંહને ફાંસી આપવાની માગણી કરી હતી.

પાર્ટીના નેતા નસીમુલ્લાહ ખાને કસબની ફાંસીનો બદલો લેવા માટે માત્ર સરબજિત જ નહીં ફાંસીની સજા પ્રાપ્ત અન્ય તમામ ભારતીયોને સજાનો અમલ કરવાની માગણી કરી હતી. સરબજિતની ફાંસીના આડે પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારી સૌથી મોટો અવરોધ હોવાનું જણાવતાં ખાને કહ્યું હતું કે ‘ભારતે કસબને ફાંસી આપી દીધી છે અને પાકિસ્તાનની સરકાર અનેક વર્ષોથી ભારતીય આતંકવાદીને સાચવી રહી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK