Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના PMએ મોદીને ભારતના પ્રેસિડેન્ટ ગણાવતાં મજાકનું પાત્ર બન્યા

પાકિસ્તાનના PMએ મોદીને ભારતના પ્રેસિડેન્ટ ગણાવતાં મજાકનું પાત્ર બન્યા

29 September, 2019 09:36 AM IST | સંયુક્ત રાષ્ટ્ર

પાકિસ્તાનના PMએ મોદીને ભારતના પ્રેસિડેન્ટ ગણાવતાં મજાકનું પાત્ર બન્યા

ઈમરાન ખાન

ઈમરાન ખાન


ભારત સામે યુનાઇટેડ નૅશન્સના મંચ પરથી ઝેર ઓકવાની લહાયમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને છબરડો વાળીને પોતાની જ આબરુ કાઢી હતી. ઇમરાન ખાને ભાષણમાં મારેલા લોચા બાદ ટ્વિટર પર ભારતીય યુઝર્સે ફરી એક વખત પાકિસ્તાનના વડા પ્રધાનની મજાક ઉડાવવાનું શરૂ કર્યું છે.

બન્યું એમ હતું કે ઇમરાન ખાને પોતાના ભાષણમાં ભારતની બુરાઈ કરવાની લહાયમાં પીએમ મોદીને પ્રેસિડેન્ટ મોદી તરીકે સંબોધન કરી નાખ્યું હતું. એ પછી સોશ્યલ મીડિયા યુઝરે ઇમરાન ખાનની મજાક ઉડાવવા માંડી હતી. એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે ઇમરાન ખાન પીએમ મોદીથી એટલા ડરેલા છે કે તેમણે મોદીને ભારતના પ્રેસિડેન્ટ બનાવી દીધા છે.



આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..


કેટલાક પાકિસ્તાની યુઝરે પણ ઇમરાન ખાનની ભૂલ વિશે ધ્યાન દોરીને તેને સુધારવા માટે સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને યુનાઇટેડ નૅશન્સની જનરલ ઍસેમ્બલીમાં ૫૦ મિનિટના સંબોધનમાં પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. ઇમરાન ખાનના ભાષણમાં કાશ્મીર સિવાય બીજો કોઈ મુદ્દો હતો નહીં અને એનાથી આંતરરાષ્ટ્રીય સમુદાય ખાસ પ્રભાવિત પણ થયો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 09:36 AM IST | સંયુક્ત રાષ્ટ્ર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK