જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય ઇલેક્ટ્રિક વેહિકલ પર લાગતા જીએસટી દરમાં ઘટાડો

Published: Jul 28, 2019, 08:49 IST | નવી દિલ્હી

. જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વેહિકલ પર લાગતા જીએસટી દરમાં ઘટાડાને મંજૂરી આપી દીધી છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને લઈને આ પ્રકારનાં વાહનોની ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકો ઝડપથી આવું વેહિકલ ખરીદી શકશે અને એ રીતે ઉદ્યોગને બૂસ્ટઅપ મળવાના સંજોગો ઊભા થશે.

તસવીર સૌજન્યઃ PTI
તસવીર સૌજન્યઃ PTI

એસટી કાઉન્સિલની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશમાં ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વેહિકલ પર લાગતા જીએસટી દરમાં ઘટાડાને મંજૂરી આપી દીધી છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને લઈને આ પ્રકારનાં વાહનોની ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકો ઝડપથી આવું વેહિકલ ખરીદી શકશે અને એ રીતે ઉદ્યોગને બૂસ્ટઅપ મળવાના સંજોગો ઊભા થશે.

નાણાં મંત્રાલય અનુસાર જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વેહિકલ પર જીએસટીના દરને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જર પર લાગતા ટૅક્સના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ચાર્જર પર ૧૮ ટકાનો જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે.

મહત્ત્વનું છે કે કાઉન્સિલે સ્થાનિક ઑથોરિટી તરફથી ખરીદવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટીમાંથી છૂટ આપી દીધી છે. આ સુધારા સાથેના જીએસટી દર આગામી ૧ ઑગસ્ટ ૨૦૧૯થી અમલી બનશે. ઇલેક્ટ્રિક બસભાડા લેવા પર સ્થાનિક એકમોને જીએસટીથી છૂટ મળશે.

આ પણ જુઓઃ રાજકોટની આ 'ડાન્સિંગ ડોલ' મચાવી રહી છે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ધમાલ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ઈ-વેહિકલને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK