Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાને કારણે વિશ્વ અર્થતંત્રનું 2008થી પણ ભયંકર મંદીના ભરડામાં: IMF

કોરોનાને કારણે વિશ્વ અર્થતંત્રનું 2008થી પણ ભયંકર મંદીના ભરડામાં: IMF

05 April, 2020 09:33 AM IST | Geneva
Agencies

કોરોનાને કારણે વિશ્વ અર્થતંત્રનું 2008થી પણ ભયંકર મંદીના ભરડામાં: IMF

ક્રિસ્ટેલિના જિયોર્જિવા

ક્રિસ્ટેલિના જિયોર્જિવા


ઈન્ટરનૅશનલ મોનિટરી ફંડના એમડી ક્રિસ્ટેલિના જિયોર્જિવાએ કોરોનાથી થતા આર્થિક નુકસાન વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંમેલનમાં કહ્યું છે કે આપણે મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આની સ્થિતિ ૨૦૦૮માં આવેલી વૈશ્વિક મંદી કરતાં પણ વધારે ખરાબ થઈ શકે છે. કોરોનાના કારણે આઇએમએફના ઇતિહાસમાં આ સૌથી વધારે ખરાબ સમય હોઈ શકે છે. કોરોનાના કારણે બમણું સંકટ ઊભું થયું છે. આ સ્વાસ્થ્ય અને આર્થિક બન્ને ક્ષેત્રે અસર કરી રહ્યો છે.

જિયોર્જિવાએ કહ્યું છે કે કોરોના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે. આ સંજોગોમાં લોકોની જિંદગી અને નોકરી બન્ને બચાવવાનું કામ સાથે સાથે થવું જોઈએ. ડબ્લ્યુએચઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર દુનિયામાંથી ઇન્ફેક્શનના ૧૦ લાખથી વધારે કેસ મળ્યા છે અને ૫૦ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
જિયોર્જિવાના જણાવ્યા પ્રમાણે આ સંકટને ટક્કર આપવા માટે અંદાજે ૭૬ લાખ કરોડ રૂપિયા લગાવી રહ્યા છીએ. દુનિયાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે જેટલા જરૂરી હશે અમે એટલા પ્રયત્નો કરીશું. હાલની બજારમાં અંદાજે ૯૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. આ ૨૦૦૮ની વૈશ્વિક મંદીમાં થયેલા ઘટાડા કરતાં પણ વધારે છે. આઇએમએફ મંદીથી પ્રભાવિત વિકાસશીલ દેશો અને શરૂ થતી નવી બજારો માટે ઇમર્જન્સી ફંડ ભેગું કરી રહ્યા છીએ.



જિયોર્જિવાએ કહ્યું, હાલની સ્થિતિ જોતાં એવું લાગે છે કે દેવાળિયાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ સંજોગોમાં આઇએમએફની રિકવરી મુશ્કેલ થઈ શકે છે. ૯૦ દેશોએ આઇએમએફના ઇમર્જન્સી ફંડિગની અપીલ કરી છે. તેમને અપીલ કરવામાં આવી છે કે આ ફંડનો ઉપયોગ સ્વાસ્થ્યકર્મીઓને વેતન આપવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે કરવામાં આવે. તે સાથે જ તેઓ પ્રભાવિત લોકો અને સંસ્થાઓની મદદ કરે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2020 09:33 AM IST | Geneva | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK