મુંબઈમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: હવામાન વિભાગ

Updated: Jun 04, 2020, 11:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે અને શહેરમાં તેમજ પરામા સામાન્ય વરસાદ પડશે

તસવીર: સતેજ શિંદે
તસવીર: સતેજ શિંદે

'નિસર્ગ' વાવાઝોડાની પાર્શ્વભૂમિ પર ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ વાદળછાયા આકાશની સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, શહેર અને પરામાં આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદ પણ થશે.  

મંગળવારે નિસર્ગના પ્રકોપથી મુંબઈગરા તો બચી ગયા હતા. પરંતુ અલીબાગ, મુરુદ અને રાયગઢ તેમજ રત્નાગીરીમાં દરિયાકાંઠાના ગામોમાં ઘણું નુકસાન થયું હતું. બુધવારે સવારે રાયગઢ અને રત્નાગીરીમાં કિનારાઓ પર જોરદાર પવન ફુંકાયો હતો અને બપોર સુધી પવનની તિવ્રતા પણ વધી હતી.

Kandivali WEHકાંદિવલી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો પેનૉરમિક વ્યૂ

આ પહેલા આઈએમડીએ આગાહી કરી હતી કે, મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં પહેલી જૂનથી ચોથી જૂન દરમ્યાન ગાજવીજ સાથે વરસાદ થશે. એટલું જ નહીં ત્રીજી અને ચોથી જૂને મુંબઈની આસાપાસના વિસ્તારો અને થાણેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. જ્યારે પાલઘરમાં ત્રીજી અને ચોથી જૂને ભારે વરસાદની આગાહી હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK