વિઝિટ ટ્રમ્પની પણ છવાઇ ઇવાંકા, લોકપ્રિય બની તેની સાદગી, જુઓ તસવીરો

Published: Feb 25, 2020, 16:24 IST | Mumbai Desk

ઇવાંકા અને પતિ જેયર્ડ કુશનર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકારોમાં સામેલ છે. બન્નેની વ્હાઇટ હાઉસમાં ઑફિસ પણ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિઝિટનો આજે બીજો દિવસ છે. તેની આ વિઝિટની શરૂઆત ગુજરાતની રાજધાની અમદાવાદથી થઈ. અહીં તેમણે મોટેરામાં બનેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં લગભગ એક લાખ લોકોને સંબોધિત કર્યા. આ સંબોધનમાં તેમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો, જેમાં ક્ષેત્રીય શાંતિથી લઈને આતંકવાદ અને કારોબારનો મુદ્દો પણ સામેલ હતો. આ વિઝિટ પર ટ્રમ્પ સિવાય દેના પર સૌથી વધારે લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું, જે સૌથી વધારે ચર્ચામાં છવાઇ તેનું નામ છે ઇવાંકા ટ્રમ્પ. આનું કારણ તેનું વ્યક્તિત્વ તો છે જ તે સિવાય આ પ્રવાસ દરમિયાન તેની પોતાની એક આગવી ઓળખ રહી છે.

જણાવીએ કે ઇવાંકા અને પતિ જેયર્ડ કુશનર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકારોમાં સામેલ છે. બન્નેની વ્હાઇટ હાઉસમાં ઑફિસ પણ છે.

ઇવાંકા અને કુશનરની વિદેશ નીતિ કહો કે તેની સલાહ, પણ બન્ને ટ્રમ્પના વિશ્વાસપાત્ર છે.

Ivanka Trump

કુશનર અને ઇવાંકાની સલાહ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાઇલ અને ફિલીસ્તીન વચ્ચે વિવાદનું કારણ બનેલા યેરૂશલમને ઇઝરાઇલનું ભાગ જાહેર કર્યું હતું.

હાલ બન્નેની ભૂમિકા ઉત્તર અને દક્ષિણ કોરિયા વિવાદને ઘટાડવામાં પણ મુખ્ય ભૂમિકા રહી છે. કિમ જૉંગ તેમની સાથે અત્યાર સુધી ત્રણે મુલાકાતોમાં ટ્રમ્પની સાથે ઇવાંકા પણ હાજર રહી હતી.

Ivanka Kushnar

જણાવીએ કે ઇવાંકા ટ્રમ્પની આ બીજી વિઝિટ છે. આ પહેલા તે વર્ષ 2018માં હૈદરાબાદમાં આયોજિત ઇન્ટરપ્રિન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી હતી. તેની આ વિઝિટ ખૂબ જ નાની હતી. આ વિઝિટમાં તેની સાથે પતિ કુશનર સામેલ થયા ન હતા.

જણાવીએ કે કુશનર અને ઇવાંકાની ભૂમિકા ટ્રમ્પના રાષ્ટ્રપતિ ચૂંટણી કેમ્પેન અને તેને જીતાડવામાં ખૂબ જ ખાસ રહી હતી. નોંધનીય છે કે ટ્રમ્પનો આ પહેલી એવી ઇન્ટરનેશનલ વિઝિટ છે જેમાં તે પોતાના પરિવાર સાથે કોઇ એક દેશના પ્રવાસે નીકળ્યા છે.

વર્ષ 2016માં થયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુશનરે જ્યાં સોશિયલ મીડિયા અને ડિજીટલ મીડિયાની જવાબદારી સંભાળી હતી, તો ઇવાંકાએ કેટલીય રેલીઓનું આયોજન કરીને ટ્રમ્પની જીતની જમીન તૈયાર કરી હતી.

ઇવાંકા અને ટ્રમ્પની ટ્યૂનિંગ ખૂબ જ સારી છે. આ જ કારણ છે કે ટ્રમ્પ તેની સલાહ માને છે. હાલની આ વિઝિટમાં તેની ભૂમિકા મહત્વની છે.

Ivanka Kushnar

અમેરિકન રાષ્ટ્રપતિના આ પ્રવાસમાં ટ્રમ્પ સિવાય ઇવાંકા પણ ચર્ચામાં છવાયેલી રહી. મીડિયામાં તેની ક્યૂટ સ્માઇલને લઈને તેની ચાલ-ઢાલ અને અહીં સુધી કે તેની ડ્રેસને લઈને પણ અનેક પ્રકારના સમાચાર છપાયા છે.

ભારતના પ્રવાસ દરમિયાન જ્યારે ટ્રમ્પ આગ્રામાં તાજમહેલ જોવા પહોંચ્યા હતા તો ત્યાં ઇવાંકા અને કુશનર પણ સાથે હતા. આ દરમિયાન મીડિયાના કેમેરા સતત આ બન્નેની તસવીરો લેવામાં વ્યસ્ત દેખાયા.

આગરા પહેલા મોટેરા સ્ટેડિયમમાં પણ આ બન્નેની હાજરી ઘણું બધું વ્યક્ત કરતી હતી. મોટેરા સ્ટેડિયમનું નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ એટલા માટે પણ ખાસ હતું કારણ કે આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. જાણકારો માને છે કે આ કાર્યક્રમ અમેરિકામાં વસતાં લગભગ 40 લાખ લોકોનું સમર્થન મેળવવા માટેનો પણ એક પ્રયાસ છે.

તાજમહેલને જાણવા અને સમજવામાં પણ ઇવાંકા અને કુશનરે ઘણો રસ દર્શાવ્યો હતો.

Ivanka welcomed at Delhi

આગ્રા પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મેલાનિયા અને ઇવાંકા કુશનરનું સ્વાગત પ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK