Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્રમાં કૉલેજોના સ્ટુડન્ટ્સે રાજ્યની કાયાપલટ માટે પેશ કર્યા અફલાતૂન કન્સેપ્ટ

ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્રમાં કૉલેજોના સ્ટુડન્ટ્સે રાજ્યની કાયાપલટ માટે પેશ કર્યા અફલાતૂન કન્સેપ્ટ

02 May, 2017 06:46 AM IST |

ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્રમાં કૉલેજોના સ્ટુડન્ટ્સે રાજ્યની કાયાપલટ માટે પેશ કર્યા અફલાતૂન કન્સેપ્ટ

ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્રમાં કૉલેજોના સ્ટુડન્ટ્સે રાજ્યની કાયાપલટ માટે પેશ કર્યા અફલાતૂન કન્સેપ્ટ



maharashtra




ધર્મેન્દ્ર જોરે

સોમવારે વરલીની ફ્લ્ઘ્ત્માં મહારાષ્ટ્રના સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્ર કાર્યક્રમમાં આકાશ શાહ અને તેની સ્થ્વ્ત્ ઇન્ટરડિસિપ્લિનરી ટીમના સરકારી કામકાજોમાં ભ્રષ્ટાચાર ઘટાડવાના ઉપાયોના પ્રેઝન્ટેશનને ૬૦૦૦ સ્ટુડન્ટ્સ અને અન્ય મહાનુભાવોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. ઉપાયો સૂચવવા માટે સ્ટડી મટીરિયલરૂપે આકાશ શાહ અને તેમની ટીમે મુંબઈના ખૂબ ગાજેલા રોડ કન્સ્ટ્રક્શન સ્કૅમનો આધાર લીધો હતો.

ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્ર કાર્યક્રમ માટે રાજ્યની કૉલેજોમાંથી ૨૩૦૦ એન્ટ્રી સુપરત કરવામાં આવી હતી. એમાંથી શ્રેષ્ઠ ૧૧ પ્રેઝન્ટેશન્સ ગઈ કાલે રજૂ કરવામાં આવ્યાં હતાં. આકાશ શાહની ટીમે રજૂ કરેલા ઉપાયો ઉપરાંત અન્ય ૧૦ પ્રેઝન્ટેશન્સની ટીમોએ પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આવતા છ મહિનામાં એ ઉપાયો-સૂચનો પર વિચારણા અને સુધારા-વધારા કરીને સંબંધિત ટીમો, સરકારી અમલદારો અને રાજ્યના પ્રધાનોના સક્રિય સહયોગથી અમલ શરૂ કરવા સંમત થયા હતા. દરેક પ્રેઝન્ટેશનના અંતે ફડણવીસ અને તેમની સરકારી અમલદારોની મંડળીએ એ ટીમોને સવાલો પૂછીને વધુ વિગતો ઉમેરવાનો અનુરોધ કરવા સાથે તેમના પ્રોજેક્ટ્સને વધારે અસરકારક બનાવવાના માર્ગો સૂચવ્યા હતા, પરંતુ એ સવાલોના જવાબો આપવામાં સ્ટુડન્ટ્સની સજ્જતા, તેમનું હોમવર્ક અને સામા પ્રfનો સાંભળીને મહાનુભાવો આર્યમાં પડી ગયા હતા.

ઉદ્યોગપતિ રતન તાતા, બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમાર અને ભારતીય લશ્કરના પશ્ચિમી પ્રાંતો (ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર)ના કમાન્ડિંગ ઑફિસર જેવા મહાનુભાવોએ આખા મહારાષ્ટ્રનાં ૮૨ સ્થળોની ૬૫૪ કૉલેજોમાંથી આવેલા સ્ટુડન્ટ્સની સાથે સંવાદ સાધીને ભરપૂર પ્રોત્સાહક વાતાવરણ ઊભું કર્યું હતું. એ મહાનુભાવોએ ઉચ્ચ વિચારો અને ઉચ્ચ લક્ષ્યો નર્ધિારિત કરીને શક્યતાઓ તપાસતાં રહીને ભારતના ગ્રોથ એન્જિન ગણાતા મહારાષ્ટ્રના પરિવર્તનની યોજનાઓનું મનોમંથન કરતા રહીને સ્ટુડન્ટ્સ જે ક્ષેત્રોમાં કામ કરવા ઇચ્છે છે એ ક્ષેત્રોમાં દેશને આગળ વધારવાનો અનુરોધ કર્યો હતો.

દર ૫૦૦ મીટરના અંતરે ટૉઇલેટ્સ બાંધો : અક્ષયકુમાર

ટ્રાન્સફૉર્મ મહારાષ્ટ્રમાં સહભાગી થયેલા અભિનેતા અક્ષયકુમારે રાજ્યમાં દર ૫૦૦ મીટર કે એક કિલોમીટરના અંતરે મોબાઇલ ટૉઇલેટ્સ બાંધવાની જરૂરિયાત સરકાર સમક્ષ દર્શાવી હતી. સ્વચ્છતા મિશનને સમર્થન દર્શાવતાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે ‘વ્યક્તિ જ્યાં હોય એ સ્થળની આસપાસ ક્યાં ટૉઇલેટ છે એ જાણવા માટે મોબાઇલ ઍપ્લિકેશન શરૂ કરવાની જરૂર છે. ગામડાંમાં પબ્લિક ટૉઇલેટ્સના અભાવે મહિલાઓને ઘણી તકલીફો પડે છે.’

પબ્લિક ટૉઇલેટ્સના વિષય પરની ફિલ્મમાં ભૂમિકા ભજવતા અક્ષયકુમાર એ ફિલ્મનો એક ડાયલૉગ પણ બોલ્યો હતો- અગર બીવી ચાહિએ પાસ તો ઘર મેં ચાહિએ સંડાસ.

ભ્રષ્ટાચારની સમસ્યાનો ઉકેલ


૧. તમામ નિર્ણયો જનરલ બૉડી મીટિંગ્સમાં મતપત્રકો દ્વારા ગુપ્ત મતદાન દ્વારા લેવા જોઈએ.

૨. મીટિંગ્સનાં વિડિયો-રેકૉર્ડિંગ્સ કરીને રેફરન્સ માટે આર્કાઇવ્ઝમાં રાખવાં જોઈએ.

૩. બિલ્ડર્સ/કૉન્ટ્રૅક્ટર્સની નિમણૂકો કમ્પ્યુટર સૉફ્ટવેર દ્વારા કરવી જોઈએ.

૪. ટેન્ડર પ્રોસેસમાં કૉન્ટ્રૅક્ટર્સને ઓળખ આપવાની છૂટ આપવી જોઈએ.

૫. કૉન્ટ્રૅક્ટર્સના મૂલ્યાંકન માટે ૧૬ માપદંડો રાખવા જોઈએ.

૬. કમ્પ્યુટરાઇઝેશન દ્વારા ટેન્ડર પ્રોસેસમાં સુધારો લાવવો જોઈએ.

૭. પક્ષપાતનો અંત લાવવા માટે મૂલ્યાંકન સમિતિને ડેટા જુદો-જુદો નહીં પણ એકસાથે ભેળવીને આપવો જોઈએ.

૮. ટેન્ડર્સના ઉલ્લેખો અનામી બિડના રૂપમાં કરવો જોઈએ.

(ટીમના સભ્યો : આકાશ શાહ, ઋત્વિક પટેલ, હર્ષલ પેથડ, હિમાંશુ જયસ્વાલ અને પાર્થ પારેખ)

બજેટમાં લોકોને સામેલ કરો


૧. બજેટની કાર્યવાહી અને આવશ્યક ફન્ડ્સના મૅનેજમેન્ટ માટે ઍપ્લિકેશન-કમ-સૉફ્ટવેર ડેવલપ કરવું. એ ઍપ્લિકેશન-કમ-સૉફ્ટવેર વડે સંબંધિત ક્ષેત્રોમાં નાણાંની ફાળવણીને સમજી શકાશે.

૨. જમીનના વપરાશના નકશા, જમીનમાલિકીના નકશા અને ટ્રાન્સર્પોટ નેટવર્કના નકશા વગેરે એ ઍપ્લિકેશન-કમ-સૉફ્ટવેરમાં સામેલ કરવામાં આવતાં ફાળવાયેલી જ્લ્ત્ પર નાગરિકોની નિગરાની રહેશે.

૩. ઍપ્લિકેશન દ્વારા સૂચનો અને પ્રતિભાવો આપીને નાગરિકો બજેટની દરખાસ્તો ઘડવામાં સહભાગી થઈ શકશે.  

૪. સુધરાઈની મીટિંગ્સની મિનિટ્સ એ ઍપ્લિકેશન-કમ-સૉફ્ટવેર દ્વારા ઉપલબ્ધ થવી જોઈએ.

૫. નાગરિકોના પ્રતિભાવો અને સૂચનોનો ખ્યાલ રાખવા અને સહભાગિતા માટે રિડ્રેસલ સેલ સ્થાપવામાં આવશે.

(ટીમના સભ્યો : નિહાસ સાખરે, શ્રદ્ધા સુળે, સ્વપ્નિલ લબાડે અને અક્ષય ચિરમાડે)


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2017 06:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK