ઑક્સિજનનું મહત્વ સમજવું હોય તો એક વખત ‌દિલ્હી જવું જોઈએ

Published: Nov 03, 2019, 10:25 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | નવી દિલ્હી

દિલ્હીમાં આ પહેલી વખત નથી બન્યું. આ પહેલી વાર બન્યું હોત તો રેડ લાઇટ ગણવામાં આવ્યું હોત, પણ ના, આના પહેલાં પણ રાજધાનીએ પૉલ્યુશનની આવી જ ચાદર જોઈ હતી અને આ ચાદર વચ્ચે લાખો લોકો જીવ્યા હતા.

દિલ્હીનું પ્રદૂષણ
દિલ્હીનું પ્રદૂષણ

ઑલમોસ્ટ ગઈ કાલે તમામ ન્યુઝપેપરના પહેલા પેજ પર દિલ્હીનો ફોટોગ્રાફ હતો. ફોટો લેવો પડે એવી જ પરિસ્થિતિ છે આજે દિલ્હીમાં. પૉલ્યુશને રાજધાની પર કૉન્ગ્રેસ જેવો કબજો કરી લીધો છે. એકેક ફેફસા પર પૉલ્યુશનનું રાજ છે અને એકેક બાળકના શરીરમાં આ ઝેરી ધુમાડો ઘર કરી રહ્યો છે. કબૂલ, બાળકોને બહાર નીકળવું ન પડે એ માટે કેજરીવાલે સ્કૂલ-કૉલેજમાં રજા જાહેર કરી દીધી છે, પણ એનો અર્થ એવો નથી કે સિટીનું પૉલ્યુશન એ બાળકોને નડવાનું નથી. નડશે જ અને એ એવું તો નડશે કે અનેક બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ જશે. આ તબક્કે અત્યારના સમયે દિલ્હીમાં અસ્થમેટિક પેશન્ટ્સની શું હાલત છે એનો વિચાર કરવો પણ અઘરો છે, પરંતુ એ હાલત કેવી કફોડી હશે એની કલ્પના થઈ શકે છે.

મુદ્દો એ છે કે દેશની રાજધાનીની આવી હાલત થતી હોય તો આપણે કેવા ઉદ્યોગપ્રેમી બની ગયા છે એના વિશે હવે સમજવું જોઈશે? ઉદ્યોગની લાયમાં આપણે એવા તે ભાગતા થઈ ગયા છીએ કે આપણને બીજાની જિંદગીનો વિચાર સુધ્ધાં નથી આવતો. તમે જઈને જુઓ અમુક દેશોમાં, એ દેશો અમુક પ્રોડક્ટ બીજા દેશ પાસેથી ખરીદવાનું પસંદ કરે છે, પણ એનું ઉત્પાદન પોતાના દેશમાં સ્વીકારવા રાજી નથી. અનેક દેશો એવા છે અને એની તમામ મંત્રાલયોને જાણકારી પણ છે અને એ પછી પણ એ દેશની દેખાદેખી કરવાની સામાન્ય સૂઝ આપણામાં નથી આવતી. ઑડી કારની દેખાદેખી ગમે છે, થોમસ કુકમાં ફરવા જવાની હોડમાં ઊતરવાનું પણ આપણને ફાવે છે અને સાથોસાથ ટોમી હિલફિગરનાં લૂગડાં શરીરે ટાંગવાનો મોહ પણ આપણે છોડી નથી શકતા, પણ જે સારું છે એ સ્વીકારવામાં આપણને તકલીફ પડી રહી છે. આ વાત દરેકેદરેક રાજ્યને અને રાજ્યની સરકારોને લાગુ પડે છે.
જાગૃતિથી ઉત્તમ બીજો કોઈ માર્ગ હોતો નથી અને જાગવાનો સમય હવે આવી ગયો છે. જો આરેનાં જંગલોને તોડવાનો વિચાર તમને આવી શકતો હોય તો પછી એવો વિચાર કેમ ન આવી શકે કે એ જંગલો તમારું કેટલા મિલ્યન ટનનું પૉલ્યુશન ગળી રહ્યું છે? એ કેમ યાદ નથી આવતું કે એ તમને દરરોજ કેટલા ટ્રિલ્યન ઑક્સિજન પૂરું પાડે છે? ઝાડને ઝાડ સમજવાની માનસિકતામાંથી બહાર નહીં આવીએ તો નક્કી છે કે કાર્બન ડાયોક્સાઇડ આપણને માણસ માનવાની ભૂલ નહીં કરે. પૉલ્યુશન ફેફસાંને ખાઈ જશે અને ખવાઈ ગયેલાં ફેફસાં બાકીના શરીરને ભરખી જશે. જે બીમારીઓ નાબૂદ થઈ ગઈ હતી એ બી‌મારીઓ હવે ફરી જાગી ગઈ છે. કૅન્સરના પેશન્ટ્સ વધતા જાય છે. એક તબક્કે ટીબી લગભગ ભુલાઈ ગયો હતો, પણ પૉલ્યુશને ટીબીના રાક્ષસને જગાડી દીધો છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

બ્ર‌િટને આજે પણ પોતાનું નેચર સાચવી રાખ્યું છે. રણમાં પણ આરબ એમિરેટ્સ નેચરને જગાડવાની કોશિશ કરે છે અને આપણે પૉલ્યુશનનું અડાબીડ જંગલ ખડકી રહ્યા છીએ. પ્લીઝ જાગો, હવે અટકો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK