Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે, નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરશો તો ભરવો પડશે 10 હજારનો દંડ

હવે, નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરશો તો ભરવો પડશે 10 હજારનો દંડ

20 June, 2019 09:24 PM IST | Mumbai

હવે, નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરશો તો ભરવો પડશે 10 હજારનો દંડ

હવે, નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરશો તો ભરવો પડશે 10 હજારનો દંડ


Mumbai : દેશમાં જેમ વસ્તી વધી રહી છે. તેમ વાહનોની પણ સંખ્યા વધી રહી છે. ઓટો લોન સસ્તી થવાના કારણે લોકો માટે વાહનો લેવાનું સરળ બન્યું છે. ત્યારે વાહનો વધવાથી દેશભરમાં પાર્કિંગની પણ સુવિધા વધી રહી છે. આમ જો તમે પણ પાર્કિંગ સ્પેસ ન મળતાં નો પાર્કિંગમાં ગાડી ઉભી કરી દો છો તો આ સમાચાર વાંચી લો. મુંબઇમાં હવે નો પાર્કિંગમાં ગાડી ઉભી કરવી તમને મોંઘુ સાબિત થઇ શકે છે. ગેરકાયદેસર રીતે કારને પાર્ક કરતાં મુંબઇ મહાનગર પાલિકા 1 હજારથી 10 હજાર રૂપિયા સુધી દંડ વસૂલશે. 7 જુલાઇથી આ દંડ વસૂલવામાં આવશે. ઇ ચલણ દ્વારા આ દંડ બીએમસી વસૂલશે.

પેડ પાર્કિંગ થતાં જ લોકો વાહનો ગમે ત્યાર પાર્ક કરે છે
જેમ કાયદો બને ત્યારે કાયદો તોડવાના પણ અનેક રસ્તા બની જતા હોય છે. ત્યારે હવે પેડ પાર્કિંગ શરૂ થતાં લોકો નો પાર્કિંગ ઝોનમાં ગાડી ઉભી કરી દે છે. આ કારણથી ટ્રાફિકમાં ખૂબ મુશ્કેલી થાય છે. મુંબઇમાં
146 જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તેમછતાં લોકો નો પાર્કિંગ ઝોનમાં  ગાડી ઉભી કરીને જતા રહે છે. બીએમસી કમિશનર પ્રવીણ પરદેશીએ આદેશ આપ્યા છે કે જ્યાં પર પાર્કિંગની સુવિધા છે, ત્યાંના એક કિલોમીટરના ઘેરાવામાં જો કોઇ વાહન નો પાર્કિંગમાં ઉભું કરે છે તો તે ગાડી પર 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટનો આ યુવાન મૃત્યુ પછી પણ આપી રહ્યો છે 8-8 લોકોને જીવનદાન

મુંબઇ કોર્પોરેશન હવે દરેક જગ્યાએ પોસ્ટર-બેનરો લગાવશે
આ વિશે લોકોને જાગૃત કરવા માટે બીએમસી હવે ઠેર-ઠેર પોસ્ટર અને બેનર લગાવશે. ગેરકાયદેસાર પાર્કિંગનો આ મુદ્દો ઉકેલવા માટે બીએમસી દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ પૂર્વ સૈનિકોને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર પાર્કિંગથી છુટકારો મેળવવાની યોજનાને સફળ બનાવવા માટે વધારાના ટોઇંગ મશીન ભાડે લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 09:24 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK