વેકેશન માટે બીચ પર જઈ શકાય એમ નથી તો આ બીચ જેવી કેકથી જ સંતોષ માની લો

Published: Jul 27, 2020, 09:55 IST | Mumbai Correspondent | Mumbai Desk

ટ્રૉપિકલ આઇલૅન્ડ પર ટ્રાન્સપરન્ટ બ્લુ રંગનું પાણી ધરાવતા બીચ પર ફરવા જવાનું બહુ મન થતું હોય તો એક પેસ્ટ્રી શેફે આંખ અને પેટ બન્નેને ટાઢક આપે એવી કેક બનાવી છે.

નયનરમ્ય કેકમાં ફીણથી ભરેલા દરિયાનનાં મોજાં, વનસ્પતિ, પ્રાણીઓ અને દરિયાકિનારાની રેતી પણ ૧૦૦ ટકા ખાઈ શકાય એવા મટીરિયલમાંથી બની છે.
નયનરમ્ય કેકમાં ફીણથી ભરેલા દરિયાનનાં મોજાં, વનસ્પતિ, પ્રાણીઓ અને દરિયાકિનારાની રેતી પણ ૧૦૦ ટકા ખાઈ શકાય એવા મટીરિયલમાંથી બની છે.

કોવિડને કારણે આ વર્ષે દરિયાકિનારે ફરવા જવાનું સપનું તો પૂરું થાય એમ નથી લાગતું, પરંતુ જો તમને ટ્રૉપિકલ આઇલૅન્ડ પર ટ્રાન્સપરન્ટ બ્લુ રંગનું પાણી ધરાવતા બીચ પર ફરવા જવાનું બહુ મન થતું હોય તો એક પેસ્ટ્રી શેફે આંખ અને પેટ બન્નેને ટાઢક આપે એવી કેક બનાવી છે.
મલેશિયાની સીવ હેન્ગ બૂન નામની આર્ટિસ્ટ એકદમ બીચનો આભાસ કરાવતી કેક બનાવે છે. કેક પર વાદળી રંગની જેલી દ્વારા એકદમ દરિયાઈ સૃષ્ટિ જેવો માહોલ દર્શાવતી વિવિધ પ્રકારની કેક દેખાવમાં તો સુંદર છે જ, પણ સ્વાદમાં પણ અવ્વલ છે. આ નયનરમ્ય કેકમાં ફીણથી ભરેલા દરિયાનનાં મોજાં, વનસ્પતિ, પ્રાણીઓ અને દરિયાકિનારાની રેતી પણ ૧૦૦ ટકા ખાઈ શકાય એવા મટીરિયલમાંથી બની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK