સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત: શાહ

Apr 16, 2019, 07:25 IST

કોડીનારમાં અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે સોમનાથ જ્યોર્તિલીંગને પ્રણામ કર્યાં અને કહ્યું, ભગવાન સોમનાથની ભૂમિ પર આવ્યો છું.

સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત: શાહ
અમિત શાહ

કોડીનારમાં અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે સોમનાથ જ્યોર્તિલીંગને પ્રણામ કર્યાં અને કહ્યું, ભગવાન સોમનાથની ભૂમિ પર આવ્યો છું. હું સોમનાથનાં ચરણોમાં પ્રણામ કરીને વાત આગળ કરૂં છું. તેમણે તે પણ કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત. કાશ્મીર જવાહરલાલ નેહરૂએ સંભાળ્યું આજે ત્યાં અનેક પ્રશ્નો છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે હું આખા દેશમાં હાલ ફરી રહ્યો છું ત્યારે મને એક જ અવાજ સંભળાય છે, મોદી, મોદી, મોદી. દેશની જનતા આપણા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે. ૨૬એ ૨૬ સીટો નરેન્દ્ર મોદીની ઝોળીમાં ફરીથી નાંખવાની છે અને તેની શરૂવાત જુનાગઢથી થાય.

વિશ્વભરનાં લોકો સરદાર પટેલને શ્રઘ્ધાંજલિ આપવા માટે કેવડિયા આવે છે. ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ નરેન્દ્રભાઇ મોદીએ કર્યું. આપણા ગુજરાતમાં જ દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન આવવાની છે. આ ઉપરાંત રેલ યુનિવર્સિટી પણ ભારતમાં પહેલી ગુજરાતમાં જ બનવાની છે.

અમિત શાહે સંબોધનમાં કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં એમ્સ ખોલીને આખા સૌરાષ્ટ્રનાં દર્દીઓને દોડીને અમદાવાદ સિવિલમાં ન જવું પડે તે માટે વ્યવસ્થા કરી છે. સૌરાષ્ટ્રનાં ગરીબો માટે આ વરદાન રૂપ બની રહેશે.

આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં ચોમાસામાં થશે સામાન્ય કરતા સારો વરસાદ

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને હાર દેખાઇ રહી છે. કોંગ્રેસ અત્યારે ૩ રાજ્યમાં જીત્યા ત્યાં પણ ઇવીએમ હતા તો ત્યારે ફરિયાદ ન કરી. જ્યાં જીતી જાય છે ત્યાં ઇવીએમ સારા છે અને હારી જાય છે ત્યાં ઇવીએમ નથી સારા. રાહુલ બાબા તમારા બોલવાથી કઇ નથી થતું દેશની જનતા બધુ જુએ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK