રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ રાજીનામું આપીશ : પ્રશાંત પટેલ

Published: May 25, 2019, 11:08 IST | વડોદરા

કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાની પણ વાતો સામે આવી છે. આવામાં વડોદરા કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ.

રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ રાજીનામું આપીશ
રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ રાજીનામું આપીશ

2019ના ઈલેક્શનમાં ભાજપની આંધીમાં કૉન્ગ્રેસ ધોવાઈ ગયું છે. દેશભરમાં કૉન્ગ્રેસ માત્ર 90 સીટ પર આવીને સમેટાઈ ગયું ત્યારે ગઈ કાલે સાંજે જ કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાની પણ વાતો સામે આવી છે. આવામાં વડોદરા કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ.’

વડોદરા પહેલેથી જ ભાજપનો ગઢ કહેવાય છે. લોકસભા હોય કે વિધાનસભા. આ ગઢ સર કરવો કૉન્ગ્રેસના ઉમેદવારો માટે હંમેશાંથી મુશ્કેલ રહ્યો છે. આ વખતે પણ વડોદરામાં જંગી લીડ સાથે બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટ જીત્યાં છે. હાર બાદ કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુકના માધ્યમથી રંજનબેન ભટ્ટને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો:બીજેપીની જીતની ખુશીમાં મફતમાં ઢોકળા વિતરણ

પ્રશાંત પટેલે અન્ય એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજી પદનો ત્યાગ કરશે તો અમે પણ પદનો ત્યાગ કરીશું. કૉન્ગ્રેસની વિચારધારા સાથે કાર્યકર બનીને પ્રજાનો જનમત લેવા માટે પ્રયત્નશીલ રહીશું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK