પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે લોકોમાં એવી દ્વેષપૂર્ણ અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ વર્ષે દુર્ગા પૂજા નહીં યોજાય. સાથે જ મમતાએ દાવો કર્યો હતો કે જો પશ્ચિમ બંગાળ સરકારે આ વર્ષે દુર્ગા પૂજા નહીં યોજાય એવું કહ્યું હોવાનું સાબિત થાય તો ‘તેઓ પ્રજાની હાજરીમાં 100 ઊઠબેસ કરશે.’
મુખ્ય પ્રધાને વિડિયો કૉન્ફરન્સ થકી ઑબ્ઝર્વન્સ ઑફ પોલીસ ડે ફંક્શનને સંબોધવા દરમિયાન જણાવ્યું હતું કે ‘એક રાજકીય પક્ષ દુર્ગા પૂજા વિશે દ્વેષપૂર્ણ અફવા ફેલાવી રહ્યો છે. હજી સુધી આપણે દુર્ગા પૂજા અંગે કોઈ બેઠક યોજી નથી. પશ્ચિમ બંગાળ સરકારે આ વર્ષે દુર્ગા પૂજા નહીં થાય એવું કહ્યું એ સાબિત થાય તો હું લોકોની સામે 100 વખત ઊઠક-બેઠક કરીશ.’
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો
20th January, 2021 14:21 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTCoronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 IST