આંતરડાના ઑપરેશન દરમ્યાન લેવાયેલા ૩૫ ટાંકા હજી તો માંડ ખોલાવ્યા છે છતાં ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અમદાવાદનાં ૮૨ વર્ષનાં સવિતાબહેન પટેલ હિંમતભેર વોટ આપવા આવ્યાં હતાં અને વોટિંગ કરીને જે નાગરિકો મતદાન કરવા જતા નથી તેમના માટે સવિતાબા ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ બન્યાં છે.
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતાં સવિતાબહેન પટેલે આંતરડાનું ઑપરેશન કરાવ્યું હતું અને એમાં આંતરડું કાપવું પડ્યું હતું, પરંતુ ૮૨ વર્ષનાં આ બા મતદાન કરવા મતદાન મથક પર જાતે આવ્યાં હતાં અને મતદાન કરીને સંતોષ મેળવ્યો હતો.
મતદાન કરીને મતદાન મથકની બહાર આવી સવિતાબાએ ‘મિડ-ડે’ સાથે ઉત્સાહભેર વાત કરતાં કહ્યું હતું, ‘મત તો આપવો જ પડેને. દર વખતે હું મતદાન કરું છું. જો હું મત ન આપું તો બાપડાનો મત જતો રહે, જેને પણ મત આપીએ એનો મત જતો રહેને, એટલે મત આપવા આવી છું. દોઢ મહિના પહેલાં મારા આંતરડાનું ઑપરેશન કરાવ્યું હતું અને આંતરડું કાપવું પડ્યું હતું. ૩૫ ટાંકા આવ્યા છે. હમણાં જ ટાંકા ખોલાવ્યા છે, અઠવાડિયું પણ થયું નથી. મારે મતદાન કરવું હતું એટલે હું અહીં મતદાન કરવા આવી છું. બધાએ પણ મતદાન કરવું જોઈએ.’
Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
27th February, 2021 17:50 ISTરામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન
27th February, 2021 14:57 ISTGujaratમાં બનવા લાગી કાનપુરની મેટ્રો ટ્રેન, જાણો વિગતો
27th February, 2021 14:07 ISTGujarat: સૂરતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વધુ
27th February, 2021 13:47 IST