દિલ્હી મને આતંકવાદી માને છે તો ૮ ફેબ્રુઆરીએ કમળનું બટન દબાવે : કેજરીવાલ

Published: Feb 06, 2020, 20:33 IST | Mumbai Desk

જો તેઓ મને આતંકવાદી માને છે તો ૮ ફેબ્રુઆરીએ કમળનું બટન દબાવે અને જો તેમને લાગે છે તે મેં દિલ્હી માટે, દેશ માટે, લોકો માટે કામ કર્યું છે તો આમ આદમી પાર્ટીને મત આપે.

હાલમાં જ બીજેપીના સંસદસભ્ય પ્રવેશ વર્માએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. કેજરીવાલે પ્રવેશ વર્માના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આ વાતથી મને ખૂબ જ ઠેસ પહોંચી છે કેમ કે મેં મારા પરિવાર માટે કંઈ પણ કર્યા વગર પોતાને દેશ માટે સમર્પિત કરી દીધો. આઇઆઇટીના મારા ૮૦ ટકા બેચમેટ વિદેશ જતા રહ્યા છે અને મેં ઇન્કમ ટૅક્સ કમિશનરની નોકરી છોડી દીધી. હું આ નિર્ણય દિલ્હીની પ્રજા પર છોડું છે. જો તેઓ મને આતંકવાદી માને છે તો ૮ ફેબ્રુઆરીએ કમળનું બટન દબાવે અને જો તેમને લાગે છે તે મેં દિલ્હી માટે, દેશ માટે, લોકો માટે કામ કર્યું છે તો આમ આદમી પાર્ટીને મત આપે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK