કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાનની મોટી હાર, ICJએ કહ્યું વિયેના સંધિનું ઉલ્લંઘન થયું

Published: Nov 01, 2019, 14:24 IST | નવી દિલ્હી

આઇસીજેના પ્રેસિડન્ટ જજ અબ્દુલકાવી યુસુફે સંયુક્ત રાષ્ટ્રમાં નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને વિયેના સંધિના આર્ટિકલ-૩૬નું ઉલ્લંઘન કર્યું છે. ભારત હંમેશાં કુલભૂષણ જાધવને કૉન્સ્યુલર ઍક્સેસ આપવાની માગણી કરતું રહ્યું છે.

કુલભૂષણ જાધવ
કુલભૂષણ જાધવ

કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાનને મોટી ફટકાર પડી છે. ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસના પ્રેસિડન્ટ જજે કહ્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો નિયમ તોડ્યો છે. આ ધરપકડની માહિતી ભારતીય દૂતાવાસને પણ નહોતી આપવામાં આવી. આઇસીજેના પ્રેસિડન્ટ જજ અબ્દુલકાવી યુસુફે સંયુક્ત રાષ્ટ્રમાં નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાને વિયેના સંધિના આર્ટિકલ-૩૬નું ઉલ્લંઘન કર્યું છે. ભારત હંમેશાં કુલભૂષણ જાધવને કૉન્સ્યુલર ઍક્સેસ આપવાની માગણી કરતું રહ્યું છે.

ભારત સતત એવું પણ કહેતું રહ્યું છે કે પાકિસ્તાન વિયેના સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ પહેલાં જ્યારે આ કેસની સુનાવણી દરમ્યાન પાકિસ્તાન તરફથી જાધવને આપવામાં આવેલી ફાંસીની સજાની સમીક્ષા કરવાની વાત કહી હતી.

બુધવારે ૧૯૩ સભ્યોની મહાસભાને આઇસીજેનો રિપોર્ટ રજૂ કરતાં અબ્દુલકાવી યુસુફે જાધવના કેસમાં કોર્ટના ચુકાદાને અનેક મુદ્દાઓ પર વિસ્તારથી જણાવ્યો. આ પહેલાં અબ્દુલકાવી યુસુફે મંગળવારે કહ્યું કે તેઓ ખુશ છે કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં આવેલા ચુકાદાથી ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ ઓછો થશે.

આ પણ જુઓઃ 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં ભારતના સેવાનિવૃત્ત નૌસેના અધિકારીને ૨૦૧૭માં મોતની સજા ફટકારી હતી. યુસુફની અધ્યક્ષતાવાળી બેન્ચે જાધવની દોષસિદ્ધિ અને સજાને પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK