હું જિંદગીમાં ક્યારેય પણ રાજનીતિમાં નહીં જોડાઉં : અણ્ણા

Published: 14th October, 2011 21:25 IST

કૉન્ગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે તાજેતરમાં સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને લખેલા બે ખુલ્લા પત્રોનો જવાબ આપતાં અણ્ણાએ આઠ પાનાંનો પત્ર લખ્યો હતો. આ પત્રમાં અણ્ણાએ સ્પષ્ટતા કરી હતી કે ‘મારામાં રાષ્ટ્રપતિ બનવાની ક્ષમતા નથી. હું જિંદગીમાં ક્યારેય રાજનીતિમાં નહીં જોડાઉં.’

 

દિગ્વિજય સિંહે બબ્બે લેટર લખ્યા બાદ અણ્ણાએ સામો પત્ર લખી આપેલો જવાબ

અણ્ણા હઝારેના ઉપવાસ આંદોલનને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નો સર્પોટ હોવાના આરોપને ફગાવી દેતાં અણ્ણાએ લખ્યું હતું કે ‘મને બદનામ કરવા માટે આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે એનાથી પ્રજામાં મારી છબિમાં કોઈ ફરક નહીં પડે. મારા ઉપવાસ આંદોલનમાં આરએસએસનો એક પણ કાર્યકર નહોતો જોડાયો.’

અણ્ણા હઝારેએ દિગ્વિજય સિંહ પર વળતો પ્રહાર કરતાં પત્રમાં લખ્યું હતું કે જો તમે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે સમર્પણથી કામ કર્યું હોત તો લોકોએ તમને પદ પરથી હટાવ્યા ન હોત. ૭૪ વર્ષના હઝારેએ કહ્યું હતું કે ‘એક પણ રાજકીય પક્ષ સ્વચ્છ નથી. એક પક્ષે ભ્રષ્ટાચારમાં ગ્રૅજ્યુએશન કર્યું છે તો બીજો પક્ષ એમાં પીએચડી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK