મને મારી મસ્જિદ પાછી જોઈએ છે : ઓવૈસી

Published: Nov 17, 2019, 10:19 IST | Mumbai

ગયા અઠવાડિયે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ઓવૈસી
ઓવૈસી

અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ પણ એઆઇએમઆઇએમના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે તેમને તેમની મસ્જિદ પરત જોઈએ છે. એક ટ્‌વીટ કરીને તેણે લખ્યું કે મને મારી મસ્જિદ પરત જોઈએ છે. એક ઇન્ટરવ્યુની લિન્ક પણ શૅર કરી હતી. આ સમાચારની હેડલાઇનમાં ઓવૈસીનું નિવેદન હતું કે ‘હું એ દરેક ચીજવસ્તુઓનો વિરોધ કરીશ કે જે ભારતના બંધારણ અને ભારતની વિભિન્નતાની વિરોધમાં હશે.’
ગયા અઠવાડિયે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કહ્યું કે તેઓ આ ચુકાદાથી ખુશ નથી. તેમણે આ સાથે જ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાની વાતનો પણ અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મસ્જિદ બનાવવા માટે અમે ભીખ રૂપે જમીન ન લઈ શકીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK