બારમા ધોરણનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની તૈયારીઓમાં લાગી પડ્યા છે એવામાં માઝગાવમાં રહેતી એકતા સોસાએ આર્ટ્સ સ્ટ્રીમથી પરીક્ષા આપીને ૫૭ ટકા મેળવ્યા છે. બે બાળકોની માતા એકતાએ ૧૮ વર્ષ પહેલાં પોતાનું ભણતર છોડ્યું હતું અને આ બારમાની પરીક્ષા માટે તેણે કોઈ પણ પ્રકારનાં ટ્યુશન લીધાં નહોતાં.
એકતાના જણાવ્યા પ્રમાણે તેને આ પરીક્ષા માટે તૈયાર કરવામાં પરિવારનો અને ખાસ કરીને પતિ અમિત સોસાનો બહુમૂલ્ય ટેકો મળ્યો હતો. આખો દિવસ ઘરનું કામ કર્યા બાદ તે દરરોજ રાતના બે-ત્રણ કલાક ભણતી હતી અને ડાઉટ સૉલ્વ કરવા માટે ગૂગલનો ઉપયોગ કરતી હતી. એકતા અને અમિતનાં બે સંતાન છે, જેમાં મોટો દીકરો ચોથા ધોરણમાં છે જ્યારે ૧૮ મહિનાની નાની દીકરી છે. પરીક્ષા આપવાના સમયે અમિતે બન્ને બાળકોને સાચવ્યાં હતાં.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં અમિતે કહ્યું હતું કે ‘મને મારી વાઇફ પર પ્રાઉડ છે. તેણે હિન્દી વિષયમાં ડિસ્ટિંક્શન મેળવ્યું છે. આજે મારો બર્થ-ડે પણ છે અને એ રીતે તેણે ૫૭ ટકા રિઝલ્ટ લાવીને મને બર્થ-ડે ગિફ્ટ પણ આપી છે. મારી ઇચ્છા છે કે આગળ પણ તે ભણતી રહે અને લૉ કરે. તે હિન્દી ટીચર પણ બને તો પણ મને ગર્વ થશે.’
એકતાએ કહ્યું હતું કે ‘મન મક્કમ હોય અને પરિવારનો સપોર્ટ હોય તો કશું જ નડતું નથી. પરીક્ષા દરમિયાન મારા પતિએ મને સૌથી વધારે સપોર્ટ કર્યો છે અને મારી ગેરહાજરીમાં બાળકોને પણ સાચવ્યાં છે.’
Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન
16th January, 2021 17:26 ISTબેકારીનો સામનો કરી રહેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડતાં સારવાર માટે આર્થિક કટોકટી
16th January, 2021 10:57 ISTધનંજય મુંડેની ઘાત ગઈ?
16th January, 2021 10:53 ISTMaharashtra Vaccination: પ્રથમ દિવસે મુંબઈના આરોગ્ય કર્મચારીઓ, ડૉક્ટરોને આપવામાં આવી વેક્સિન
16th January, 2021 10:42 IST