પ્રિયંકા પર મને ગર્વ, પોલીસના વ્યવહારથી પરેશાન : રૉબર્ટ વાડ્રા

Published: 30th December, 2019 15:24 IST | New Delhi

લખનઉમાં પ્રિયંકા ગાંધી સાથે પોલીસની ધક્કા-મુક્કી બાદ તેમના પતિ રોબર્ટ વાડ્રાએ તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જોકે તેમણે પ્રિયંકાની પ્રશંસા કરતાં જણાવ્યું કે જરૂરિયાત સમયે લોકો સાથે અવાજ ઉઠાવવો કોઈ ગુનો નથી.

રૉબર્ટ વાડ્રા
રૉબર્ટ વાડ્રા

(જી.એન.એસ.) લખનઉમાં પ્રિયંકા ગાંધી સાથે પોલીસની ધક્કા-મુક્કી બાદ તેમના પતિ રોબર્ટ વાડ્રાએ તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જોકે તેમણે પ્રિયંકાની પ્રશંસા કરતાં જણાવ્યું કે જરૂરિયાત સમયે લોકો સાથે અવાજ ઉઠાવવો કોઈ ગુનો નથી. મને પ્રિયંકા પર ગર્વ છે. વાડ્રાએ જણાવ્યું કે પ્રિયંકા સાથે મહિલા પોલીસ કર્મચારીની ગેરવર્તણૂકથી ઘણો પરેશાન છું. એકે તેમનું ગળું પકડ્યું અને બીજીએ તેમને ધક્કો માર્યો. આમ છતાં પ્રિયંકા ટૂ-વ્હીલર પર ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એસ. આર. દારાપુરીના પરિવારને મળવા પહોંચી હતી.

જણાવી દઈએ કે શનિવારે પ્રિયંકા ગાંધી લખનઉમાં સીએએના વિરોધમાં ધરપકડ કરવામાં આવેલા કૉન્ગ્રેસ પ્રવક્તા સદફ જફર અને ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી દારાપુરીના પરિવારજનોને મળવા જઈ રહ્યાં હતાં. પ્રિયંકાએ જણાવ્યું કે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને આ દરમ્યાન પોલીસે તેમની સાથે ધક્કામુક્કી પણ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK