હું હેડ માસ્ટર નથી અને મારા હાથમાં રિમોટ કન્ટ્રોલ પણ નથી : શરદ પવાર

Published: Jul 12, 2020, 10:51 IST | Agencies | Mumbai Desk

સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ફડણવીસના મી પુન્હા યેઇન તરફ એનસીપીના અધ્યક્ષે કર્યો કટાક્ષ, મતદારોને ઓછા ન આંકશો, ઇન્દિરા અને વાજપેયીને પણ હરાવ્યાં છે

શરદ પવાર
શરદ પવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી ચૂંટણીના પ્રચારમાં એ વખતના મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસના ફરી સત્તા પર આવવાના આત્મવિશ્વાસની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારે ટીકા કરી હતી. શરદ પવારે બીજેપી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ‘મતદારોના મિજાજ અને શક્તિને ક્યારેય ઓછા આંકી ન શકાય અને એ વિશે કોઈ પૂર્વધારણા બાંધી ન શકાય. મતદારોએ ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા મહારથી ધૂરંધરોને હરાવ્યાં છે, એ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ‘મી પુન્હા યેઇન’ શબ્દોમાં મતદારોને આડંબર અને ઉદ્ધતાઈની ગંધ આવી હશે અને એટલે જ અભિમાનીઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હશે.’
શિવસેનાના રાજ્યસભાના સભ્ય અને પક્ષના મુખપત્ર ‘સામના’ ના તંત્રીપદ સંબંધી જવાબદારી સંભાળતા સંજય રાઉતને આપેલી મુલાકાતમાં શરદ પવારે બીજેપી તરફ કટાક્ષ કરવા ઉપરાંત રાજ્ય સરકારના સત્તાધારી ગઠબંધન-શાસક મોરચા વિશે કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી હતી. અગાઉ બાળ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની અનેક ભાગોમાં મૅરથૉન મુલાકાતો પ્રકાશિત કરવામાં આવી હતી. શિવસેના સિવાયના નેતાની મૅરથૉન મુલાકાત ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાની ઘટના પહેલી વખત શરદ પવારની બાબતમાં બની રહી છે. શરદ પવારે જણાવ્યું હતું કે ‘હું કોઈ હેડ માસ્ટર નથી અને મારા હાથમાં કોઈ રિમોટ કન્ટ્રોલ પણ નથી. ઉદ્ધવ ઠાકરે અને તેમનું પ્રધાન મંડળ સરકાર ચલાવે છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકાર સ્થિર, અડગ અને મક્કમ છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં કોઈ વિખવાદ કે મતભેદો નથી. સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે. આઘાડી સરકારને જરાયે આંચ નહીં આવે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK